ઓકલેન્ડઃ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના 15 સભ્યની જાહેરાત કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ હેઠળ ટીમની જાહેરાત કરી છે. ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેમ્પમેન અને ટોમ લાથમ સહિત 15 ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.
ન્યૂ ઝીલેન્ડની ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને વનડે શ્રેણી રમી રહી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશમને ન્યૂ ઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કિવિઓ તરફથી છેલ્લીવાર માર્ચમાં રમનાર કેન વિલિયમ્સન આઇપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચ રમી શકશે કે નહીં. 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં સુપર ઓવર ટાઈ થયા પછી પણ ન્યૂ ઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે ચોગ્ગા અને સિક્સની ગણતરી પર હારી ગઈ હતી.
ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે ચોથો વિશ્વ કપ રમી રહેલા કેનને લઇને તમામ ખેલાડીઓ ઉત્સાહિત છે. આઇસીસી ટૂર્નામેન્ટ માટે ટીમ પસંદ કરતી વખતે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા હતા અને કેટલાક ખેલાડીઓ નિરાશ થયા છે. અમારો ઉદ્દેશ્ય યોગ્ય કોમ્બિનેશન શોધવાનો હતો અને એ સુનિશ્ચિત કરવાનો હતો કે આવી ટૂર્નામેન્ટમાં કશું જ બાકી ન રહે. વિલિયમ્સન અને ટિમ સાઉથીનો આ ચોથો વર્લ્ડ કપ છે જ્યારે બોલ્ટ, મેટ હેનરી અને ટોમ લાથમ ત્રીજી વખત ટૂર્નામેન્ટ રમશે. માર્ક ચેપમેન, ડેવોન કોનવે, ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ પ્રથમ વખત વન-ડે વર્લ્ડ કપમાં રમશે. સ્પિન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને બેટ્સમેન વિલ યંગ માટે આ પ્રથમ વર્લ્ડ કપ હશે.
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડિરેલ મિશેલ, જીમી નીશામ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ.
Taboola Feed