નેશનલ

વર્લ્ડ કપ ૨૦૨૩: અમદાવાદ સ્ટેડિયમ સહિત પાંચ પિચને આઇસીસીએ આપ્યું એવરેજ રેટિંગ

દુબઇ: ભારતીય ક્રિકેટ ટીમ ગયા મહિને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટાર્ગેટનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. આ હાર બાદ કોચ રાહુલ દ્રવિડે બીસીસીઆઇ સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડકપ રમાયેલી તમામ પિચનું રેટિંગ જાહેર કર્યું છે. જેમાં પાંચ પિચને એવરેજ રેટિંગ આપ્યું છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચનો પણ સમાવેશ થાય છે. આઈસીસીએ ભલે પિચને સરેરાશ જાહેર કરી હોય, પરંતુ આઉટફિલ્ડને શાનદાર ગણાવી છે. આઇસીસી મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાયક્રોફ્ટે આઉટફિલ્ડને ‘ખૂબ જ સારું’ ગણાવ્યું હતું. ફાઇનલમાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૪૦ રન કર્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૩ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે ૧૨૦ બોલમાં ૧૩૭ રન કર્યા હતા.ભારતની લીગ મેચો દરમિયાન કોલકાતા, લખનઊ, અમદાવાદ અને ચેન્નઈમાં વપરાતી પિચોને પણ સરેરાશ ગણવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?