નેશનલસ્પેશિયલ ફિચર્સ

World Cancer Day: મહિલાઓ…આ કારણે તમારે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે

ઘણી સેવાઓ લેડીસ સ્પેશિયલ હોય છે. કમનસીબે અમુક બીમારીઓ પણ લેડીસ સ્પેશિયલ છે. એવા ઘણા રોગ છે જે ફકત મહિલાઓને જ થાય છે અથવા વધારે મહિલાઓમાં જોવા મળે છે અને જ્યારે ઘરની મહિલા કોઈ ગંભીર બીમારીનો ભોગ બને છે ત્યારે આખો પરિવાર જાણે બીમાર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ત્રી જન્મદાત્રી પણ છે આથી તેનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. આજે World Cancer Day છે ત્યારે અમે તમને એવા કેન્સર cancer વિશે માહિતી આપીશું જે ફક્ત મહિલાઓને જ થાય છે. કેન્સર મોટાભાગે જીવલેણ સાબિત થતું હોય છે, પરંતુ જો સમયસર તેનું નિદાન થાય અને સારવાર થાય તો ઘણી જિંદગીઓ બચી શકે છે.

સર્વાઇકલ કેન્સર-Cervical Cancer:


આ કેન્સર હાલમાં ચર્ચામાં છે. અભિનેત્રી પૂનમ પાંડેએ આ કેન્સર માટે જાગૃતિ ફેલાવવાના નામે પોતાનું મોત થયાનું ગતકડું ફેલાવ્યું હતું. આ કેન્સર બાબતે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે અને હાલના વચગાળાના બજેટમાં જ યુવતીઓને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત પણ કરી છે.
સર્વિકલ કેન્સર- Cervical Cancer એ સર્વિક્સનું કેન્સર છે. આ કેન્સરના કારણોમાં ધૂમ્રપાન, HPV, HIV અથવા AIDS, જન્મ નિયંત્રણની ગોળીઓ લેવી અને ઘણા સેક્સ પાર્ટનર હોવાનો સમાવેશ થાય છે. તેના લક્ષણો સામાન્ય રીતે ઓળખવા મુશ્કેલ હોય છે. જો કે તેનું જોખમ વધે ત્યારે યોનિમાર્ગથી ખૂબ જ રક્તસ્રાવ અથવા સ્રાવ થઈ શકે છે.

બ્રેસ્ટ કેન્સર-Breast Cancer

સ્તન કેન્સર Breast Cancer એ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. આ કેન્સરને કારણે સ્તન કોષો અને લસિકા ગાંઠોમાં કેન્સર થાય છે. સ્તન કેન્સરથી સુરક્ષિત રહેવા માટે, તંદુરસ્ત આહાર લેવો, શારીરિક પ્રવૃત્તિ કરવી અને નિયમિત તપાસ કરવી જરૂરી માનવામાં આવે છે. આ કેન્સરના મુખ્ય લક્ષણોમાં સ્તન પર ગઠ્ઠો લાગવો, સ્તનની ડીંટડીમાં ફેરફાર, સ્તનમાં સોજો, અંડરઆર્મ્સમાં ગઠ્ઠો અને સ્તનમાં દુખાવો અથવા ખંજવાળનો સમાવેશ થાય છે.

અંડાશયના કેન્સર-Ovarian cancer

આ કેન્સર સ્ત્રીઓના અંડાશયમાં થાય છે. અંડાશય પ્રજનન પ્રક્રિયાનો એક ભાગ છે અને તે ઇંડા ઉત્પન્ન કરે છે જે ગર્ભધારણ કરવામાં મદદ કરે છે. અંડાશયનું કેન્સર પણ સ્ત્રીઓમાં સામાન્ય કેન્સર પૈકીનું એક છે. આ કેન્સરના લક્ષણોમાં પેલ્વિસની નજીક દુખાવો, પેટના નીચેના ભાગમાં દુખાવો અને આંતરિક રક્તસ્રાવ વગેરેનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત