નેશનલ

Work is worship: આ કારણસર દિલ્હી પોલીસના જવાનોને મળશે 48 કલાકની રજા

નવી દિલ્હી: G20 સમિટ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે તેમાં રોકાયેલા તમામ કર્મચારીઓ ચોવીસ કલાકની ડ્યૂટી કરીને થાકી ગયા હોય તેમાં પણ ખાસ સુરક્ષામાં લાગેલી દિલ્હી પોલીસના જવાનોને તેમનો થાક દૂર કરવા માટે બે દિવસની રજા આપવામાં આવશે. તમામ ડીસીપીને આગામી 10 દિવસ માટે એક પછી એક 48 કલાકની રજા આપવા સૂચના આપવામાં આવી છે, જેથી કરાને જવાનો ફ્રેશ થઈને પોતાની ડ્યૂટી કરી શકે.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ દિલ્હી પોલીસ કર્મચારીઓને એક જણાવ્યું હતું કે તમારી અને તમારા કામની પ્રશંસા વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. તેમણે કહ્યું કે G20ની ડ્યૂટી ખરેખર મુશ્કેલ હતી પરંતું તમે બધાએ એટલી સરસ રીતે નિભાવી છે અને તમારા બધાની કામગીરી પ્રશંસનીય છે. આપ સૌને મારા અભિનંદન અને હું તમારો આભારી છું.


G20ની આ સમિટ ઐતિહાસિક હતી. ભારતે સંયુક્ત ઘોષણા પર વિશ્વના નેતાઓમાં સર્વસંમતિ તો હાંસલ કરી જ પરંતુ તેના જૂના ભાગીદાર રશિયા સાથે પણ મિત્રતા જાળવી રાખી અને યુક્રેન યુદ્ધમાં રશિયાનું કોઇ જગ્યાએ નામ લીધું નહીં આ ઘટનાને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે.


G-20ના બહાને ભારતે આખી દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો. કુલ 10 મહિનામાં દેશભરના 58 શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજવામાં આવી હતી અને વિશ્વ સાથે સંબંધિત દરેક વિષય પર ચર્ચા, સૂચનો અને દરખાસ્તો લેવામાં આવી હતી. ભારતને નવેમ્બર 2022 માં ઇન્ડોનેશિયાના બાલી શહેરમાં G20 નું પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. ત્યારે પીએમ મોદીએ તેને ભારત માટે ગર્વની વાત ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતનું G20 પ્રેસિડન્સી એક્શન ઓરિએન્ટેડ હશે.


ભારતે એવા સમયે G20 ની અધ્યક્ષતાની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક પડકારો, ભૌગોલિક-રાજકીય સંઘર્ષો અને કોરોના જેવી મહામારીમાંથી બહાર નથી આવ્યું. જી-20ની આ સમિટ દ્વારા ભારતે વિશ્વને નવી આશાઓ પણ આપી છે અને યુદ્ધને બદલે શાંતિ અને સૌહાર્દનો સંદેશ પણ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button