નેશનલ

દેશના કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 37 ટકા થઇ: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન

દેશના કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધી છે તેવું કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે, તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સંતુલિત વિકાસ થયો છે કારણકે દેશના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધી છે. વર્ષ 2017-18માં જે આંકડો 23 ટકા હતો તે વર્ષ 2022-2023માં વધીને 37 ટકા થઇ ગયો છે.

રોજગાર મેળા કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાનને 172 લોકોને અલગ અલગ પ્રકારના કેન્દ્રીય સંગઠનોના નિયુક્તિપત્ર વિતરિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મહિલાઓ, પુરુષોની તુલનામાં વધુ મહેનતી હોય છે. નરેન્દ્ર મોદી સરકારની મહિલા કેન્દ્રીત યોજનાઓને કારણે દેશના કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધી છે. કેન્દ્ર નીતિ-નિર્માણ અને નેતૃત્વની ભૂમિકાઓમાં મહિલાઓને પ્રાથમિકતા આપી રહ્યું છે. દેશમાં કાર્યબળ વધારવા માટે મહિલાઓને સક્ષમ બનાવવાની જરૂર છે. દેશમાં બેરોજગારી દર 2017-18માં 6 ટકા હતો જે વર્ષ 2022-23માં 3.7 ટકા થઇ ગયો છે.

દેશમાં જુલાઇ 2022થી જૂન 2023 વચ્ચે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા બેરોજગાર લોકોનો દર છ વર્ષના સૌથી નીચલા સ્તરે 3.2 ટકા રહ્યો. NSSO તરફથી જાહેર કરાયેલા આવધિક શ્રમ બળ સર્વેક્ષણ વાર્ષિક રિપોર્ટ 2022-2023 અનુસાર જુલાઇ 2022થી જૂન 2023 વચ્ચે રાષ્ટ્રીય સ્તરે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે સામાન્ય સ્થિતિમાં બેરોજગારી દર 2021-22માં 4.1 ટકા ઘટીને 2022-23માં 3.2 ટકા થઇ ગઇ હતી.


આંકડા મુજબ બેરોજગારી દર 2020-21માં 4.2 ટકા, 2019-20માં 4.8 ટકા 2018-19માં 5.8 ટકા અને 2017-18માં 6 ટકા હતો. ઉપરાંત સરવેમાં સામે આવ્યું હતું કે ભારતમાં પુરુષોમાં બેરોજગારી દર 2017-18માં 6.1 ટકાથી ઘટીને 2022-23માં 3.3 ટકા થઇ ગયો. મહિલાઓમાં બેરોજગારી દર 5.6 ટકાથી ઘટીને 2.9 ટકા રહ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button