નેશનલ

વડોદરામાં મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર મરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વડોદરામાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવી હતી. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારી નિર્વસ્ત્ર કરાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સંસ્કારી નગરી વડોદરામાં જાહેરમાં મહિલાઓ પર ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો હતો. કારેલીબાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે. ચોરીની આડમાં ચાર મહિલાઓને કેટલાક શખ્શોએ માર માર્યો હતો. જેથી ચારેય મહિલાઓ રસ્તા પર આક્રંદ કરી રહી હતી. મહિલાઓને માર મરાયો હતો પણ તેમના શરીર પરથી કપડાં પણ કાઢી લેવાયા હતા. મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો ત્યારે એક જણ પણ મહિલાને કપડાં પહેરાવવા આગળ આવ્યું ન હતું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા, આસપાસના લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ચારેય મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે. બીજી તરફ, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, મહિલાઓએ લોકોના રોષથી બચવા માટે જાતે જ કપડાં કાઢી નાંખ્યા હોઈ શકે છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button