નેશનલ

Bengaluru: પૉસ્ટ ઓફિસ બહાર અડધી રાત્રે મહિલાઓએ આ કારણે લગાવી લાંબી લાઈન

બેંગલુરુઃ દેશના ઘણા લોકો માટે 8,000 રૂપિયા ભલે બહુ મોટી રકમ ન હોય, પરંતુ એક ખૂબ જ મોટો વર્ગ છે જેમની માટે આ રકમ 80,000 જેવી છે. આ જ કારણે બેંગલુરુમાં general post office બહાર અડધી રાત્રે લાંબી કતાર લાગી. આસપાસાના ગામડાની મહિલાઓ પણ લાઈનમાં ઊભી હતી. કારણ એક અફવા. કેન્દ્ર સરકારે નવા ખાતા ખોલાવનારના અકાઉન્ટમાં રૂ. 8000 નાખવાનો નિર્ણય કર્યો છે તેવી અફવા સોમવારથી ફેલાઈ હતી અને મહિલાઓ પૉસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈન લગાવી હતી.

આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક અફવા ફેલાઈ કે ટપાલ વિભાગ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં ખોલવામાં આવેલા ખાતાઓમાં 8,000 રૂપિયા જમા કરી રહ્યું છે. આ અફવા વોટ્સએપ અને લોકલ ગ્રુપમાં ફેલાઈ હતી. સોમવારે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ હોવાથી વૃદ્ધો, નાના બાળકો ધરાવતી મહિલાઓ વગેરે સહિત અનેક મહિલાઓ જર્નલ પોસ્ટ ઓફિસ પર પહોંચી હતી.

સૂત્રોએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી લડી રહેલા ઘણા રાજકીય પક્ષોએ મહિલાઓને રોકડ આપવાનું વચન આપ્યું છે અને કદાચ આ કારણે તેમને લાગ્યું કે તેઓ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને આ લાભ મેળવશે. તેમાંથી ઘણા આ અફવાઓનો ભોગ બન્યા અને વિચાર્યું કે પોસ્ટ ઓફિસ દરેકના ખાતામાં 8,000 રૂપિયા જમા કરી રહી છે.

બેંગલુરુના જીપીઓના ચીફ પોસ્ટમાસ્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી અપીલ હોવા છતાં, ઘણા લોકો જીપીઓ પર આવી રહ્યા હતા અને તેમાંથી મોટાભાગના લોકો દૂર દૂરથી અહીં આવ્યા હતા. એટલું જ નહીં, અમે ગેટ પર પોસ્ટર પણ લગાવ્યા છે. પોસ્ટ ઓફિસમાં કોઈ સ્કીમ ચલાવવામાં આવી રહી નથી અને પૈસાની પણ જાહેરાત કરવામાં આવી નથી, જો કે, આ પછી પણ સ્તનપાન કરાવતી મહિલાઓ સહિત અન્ય ઘણી મહિલાઓને એટલું જ નહીં, ગરમીના કારણે કેટલીક મહિલાઓ ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની હતી અને પછી પોસ્ટ ઓફિસના અધિકારીઓએ તેમને મેડિકલ હેલ્પ આપવાની ફરજ પડી હતી.

માત્ર સોમવારે જ બપોર સુધીમાં 2 હજાર જેટલી મહિલાઓ ખાતા ખોલાવવા જીપીઓ પહોંચી હતી. એક અધિકારીએ કહ્યું, અમે દરરોજ 100 થી 200 ખાતા ખોલતા હતા પરંતુ છેલ્લા એક સપ્તાહમાં અમે દરરોજ 700 થી 800 ખાતા ખોલવામાં આવી રહ્યા છે.

હકીકત તો એ છે કે લોકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ IPPB એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમણે કહ્યું, ખાતું ખોલવા માટે કોઈએ જીપીઓમાં આવવાની જરૂર નથી કારણ કે હવે લોકો ઓનલાઈન ખાતું ખોલાવી શકે છે અને પોસ્ટ ઓફિસમાંથી કોઈ વ્યક્તિ તેમના ઘરે બાયોમેટ્રિક માટે આવે છે.

આ લાઈનમાં ઊભેલી મહિલાઓને અમુક લોકો ખાતા ખોલાવવા રૂ.200 આપવા પડશે તો જ ટોકન મળશે તેમ કહી પણ છેતરી ગયા હોવાની માહિતી મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…