ભારતના આ રાજ્યોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે જીવે છે…
ભારતમાં કેટલાક રાજ્યોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવે છે તેવો એક રિપોર્ટ યુનાઈટેડ નેશન્સનો ઈન્ડિયા એજિંગ 2023એ તૈયાર કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ મહિલાઓ અહીં 78થી 80 વર્ષનું આયુષ્ય ધરાવે છે જ્યારે પુરુષો 75થી 76 વર્ષનું આયુષ્ય ધરાવે છે. યુનાઈટેડ નેશન્સનો ઈન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 અનુસાર રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓનું આયુષ્ય 80 વર્ષથી વધુ છે.
આ રિપોર્ટ અનુસાર 60 વર્ષની ઉંમરે, ભારતમાં વ્યક્તિ 18.3 વર્ષ વધુ જીવવાની અપેક્ષા રાખી શકે છે, જેમાં 60 વર્ષ બાદ મહિલાઓ માટે 19 વર્ષ અને પુરુષો માટે 17.5 વર્ષ સુધી જીવે છે. મતલબ કે 60 વર્ષની ઉંમરે સ્ત્રીઓ પુરૂષો કરતાં લગભગ દોઢ વર્ષ વધુ જીવી શકે છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે મહિલાઓ સરળતાથી પોતાની વાત કોઇ બીજા વ્યક્તિને કહિ શકે છે જ્યારે પુરુષો એ બાબતમાં જરાક કંજૂસ હોય છે કે પછી થોડા આંતરમુખી હોય છે આથી તે તેમની વ્યથા કોઇને કહેતા નથી તેના કારણે શરીરમાં બિમારીઓ પણ વધે છે. અને ડોક્ટરના કહેવા અનુસાર વ્યક્તિ જેટલો આંતરમુખી હોય તેટલો તે અંદરથી તૂટેલો અને ડરેલો રહો છે.
રિપોર્ટમાં અંદાજ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તીની ટકાવારી બમણી થઈ શકે છે, જેના કારણે વૃદ્ધોની સંખ્યા કુલ વસ્તીના 20 ટકા થઈ જશે. હાલમાં ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોની વસ્તી વૈશ્વિક વસ્તીના 13.9 ટકા છે અને 2050 સુધીમાં આ આંકડો બમણો થઈને 2.1 અબજ થવાની ધારણા છે, જે વિશ્વની કુલ વસ્તીના 22 ટકા હશે.
2022માં 1 જુલાઈ સુધીમાં 60 વર્ષ અને તેથી વધુ વયના 14.9 કરોડ લોકો છે, જે દેશની વસ્તીના લગભગ 10.5 ટકા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વૃદ્ધ લોકોની સંખ્યા બમણી થઈને 20.8 ટકા થઈ જશે અને કુલ સંખ્યા 34.7 કરોડ થઈ જશે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ખૂબજ ઝડપથી વૃદ્ધ વસ્તી દર વધી રહ્યો છે.