Viral Video Alert: Insta Reel બનાવવા માટે છોકરીઓ પણ કરે છે આવા સ્ટંટ….
આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા પર વાઈરલ થવાનું એવું ઘેલું લાગ્યું છે કે તે કંઈ ને કંઈ અવનવું કરતા હોય છે અને એમાં ને એમાં ઘણીવાર એવા ગતકડાં કરતા હોય છે. કે ફેમસ થવાના ચક્કરમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. રીલ બનાવવા માટે ના સ્થળ જુએ છે ના તો કોઈ પ્રકારની શરમ રાખે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને થશે કે બસ આ જ જોવાનું બાકી હતું જીવનમાં…
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરીઓ રીલ બનાવવા માટે કુવામાં એક ખાટલો લટકાવીને તેની પર બેસીને ડાન્સ કરી રહી છે. જો આ ડાન્સ દરમિયાન દોરડું તૂટી ગયું તો એ કેટલું જોખમી સાબિત થઈ શકે છે.
એજ રીતે બીજા વીડિયોમાં તે એક ભેંસ પર ચડીને ડાન્સ કરી રહી છે. જો ભેંસ થોડી પણ હલે કે પછી ડરના કારણે ભડકે તો બંનેમાંથી કોઈ એકનો હાથપગ ભાંગી જાય હવે તમે જ વિચારો કે આ રીતે કંઈ ફેમસ થવાય. તેમ છતાં લોકો કંઈ વિચારતા નથી બસ તેમના માટે તેમને ચાર લોકો મિડીયાથી ઓળકતા થાય તે મહત્વનું છે પરંતુ એ કોઈ સારી રીતે ઓળખે કે ખરાબ રીતે તેનું કોઈ જ મહત્વ નથી રહ્યું.
જો કે આ વીડિયો પર ઘણા લોકો કમેન્સ પણ કરી રહ્યા છે એક વ્યક્તિએ કહ્યું કે બહેન તને શું દુખ છે મને કહે હું તે દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ પરંતુ તું આમ કુવામાં લટકીશ નહિ નહીતો તારા રામ રમી જશે.