નેશનલ

PM Modi નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાની મહિલાઓને તક, કરવું પડશે આ કામ

નવી દિલ્હી: વિશ્વભરમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. જેના પગલે મહિલાઓને સન્માન આપવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)8 માર્ચના રોજ નવી પહેલની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે મહિલા દિવસ નિમિત્તે એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન મહિલાઓને સોંપશે. પીએમ મોદીની આ જાહેરાત બાદ સમાજની પ્રભાવશાળી મહિલાઓએ તેમની પહેલને વખાણી છે. તેમજ તેમના જીવન સંઘર્ષને શેર કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…

જીવન યાત્રાઓ પરથી મહિલાઓની પસંદગી કરવામાં આવશે

સોમવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નમો એપ ઓપન ફોરમ પર જીવનની ઘણી યાત્રાઓ શેર કરવી પ્રેરણા દાયક છે. તેમણે કહ્યું, ‘હું નમો એપ ઓપન ફોરમ પર ખૂબ જ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું, જેમાંથી 8 માર્ચે મહિલા દિવસ પર મારા ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરવા માટે કેટલીક મહિલાઓની પસંદગી કરવામાં આવશે. હું તમને વિનંતી કરું છું કે આવી વધુ જીવન યાત્રાઓ શેર કરો.

મહિલાઓ નમો એપ પર પોતાની સંઘર્ષ યાત્રા શેર કરી રહી છે

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને આવી પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વધુ શેર કરવા વિનંતી કરી. પીએમ મોદીએ ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં આ વાતની ખાસ જાહેરાત કરી હતી. તેઓ દુનિયામાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંના એક છે. આ અગાઉ વર્ષ 2020 માં પીએમ મોદીએ પણ આવી જ રીતે 7 પ્રેરણાદાયી મહિલાઓને પોતાના ખાતા સોંપ્યા હતા. જોકે, આ વખતે પીએમ મોદીની અપીલ પર, સમગ્ર દેશની મહિલાઓ નમો એપ પર પોતાની સંઘર્ષ યાત્રા શેર કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button