નવી દિલ્હી: રાજસ્થાનના દૌસા લોકસભા મત વિસ્તારના ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસકૌર મીનાએ લોકસભામાં મહિલાઓને તેમના વિચારો રજૂ કરવા માટે યોગ્ય સમય ન મળવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લોકસભા સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલને કહ્યું કે અમને યોગ્ય સમય મળવો જોઈએ, અમે તૈયારી પણ કરીએ છીએ.
જસકૌર મીનાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘તમે લોકો પણ અમને સમાન દરજ્જો નથી આપતા. આજે સવારથી અમે અહીં છીએ. પહેલા દિવસથી અહીં સમયસર આવીએ છીએ. છતાં અમને આશ્ચર્ય થાય છે ભાઈ સતપાલજી, કાયદા પ્રધાન અને અન્ય લોકોએ જે રીતે પોતાના મંતવ્યો વિગતવાર રજૂ કરે છે એ રીતે અમે અમારા વિચારો વ્યક્ત કરી શકતા નથી, અમને યોગ્ય સમય આપવો જોઈએ.’
મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે વ્હીપ અધ્યક્ષને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરીશું કે અમને બે-ત્રણ દિવસ પછી બોલાવવામાં આવે. અમને 15 લોકો પછી આપણને બોલાવવામાં આવે છે, પછી અમે શું બોલીએ? મેં ત્રણ દિવસ સુધી સતત તૈયારી કરી હતી, પણ હજુ એક વાત પૂરી કરી શકી નથી.’
તેમણે કહ્યું, ‘હું ફરી એકવાર કહીશ કે અન્યાય સહન કરીને બેસી રહેવું એ એક મોટું દુષ્કર્મ છે, ન્યાય ખાતર પોતાના બંધુઓને પણ સજા કરવી એ ધર્મ છે.’
Taboola Feed