નેશનલ

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના બનાવમાં ખુલાસા “પોર્ન ફિલ્મો જોનારા એક વિકૃતે……”

કોલકાતા: કોલકાતાની આર. જી. કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવ્યો હતો. આરોપીની પૂછપરછ, ઘટનાસ્થળના પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ઘણી સનસનીખેજ બાબતોનો ખુલાસો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે 11 વાગ્યે આરોપી સંજય રોય દારૂ પીવા માટે હોસ્પિટલની પાછળ ગયો હતો. ત્યાં તેણે દારૂ પીને પોર્ન ફિલ્મો જોવાનું શરૂ કર્યું. આરજી કાર મેડિકલ કોલેજના ચેસ્ટ મેડિસિન વિભાગમાં અંદર આવવા માટે સામાન્ય રીતે બે રસ્તા છે. તેમાંથી એક બંધ હતો, જ્યારે પાછળનો રસ્તો ખુલ્લો હતો. તે રાત્રે 4 વાગ્યે કુલ 5 થી 6 લોકો પાછળના દરવાજેથી અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. પોલીસે તમામને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

આ પણ વાંચો : મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત

તપાસમાં જાણવા મળ્યું કે અંદર પ્રવેશેલા લોકોમાંથી ઘણાના સગાઓ ચેસ્ટ મેડિસિન વિભાગમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ આરોપી સંજય રોયને ત્યાં જવા માટે કોઈ ઠોસ કારણ નહોતું મળતું. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીએ ગુનો કર્યા બાદ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ગુનાના સ્થળેથી લોહીના ડાઘા ધોવાનો પ્રયાસ કર્યો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. સિસટીવીના આધારે જાણવા મળ્યું હતું કે તે સવારે પોણા પાંચ વાગ્યા આસપાસ સેમિનાર રૂમથી બહાર નીકળ્યો હતો. આરોપી વિકૃત માનસિકતાનો હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

હાલ આ મુદ્દે કોલકાતા પોલીસ મહિલા ડૉક્ટરના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે તેણીની સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોય શકે છે. જો કે આત્મહત્યાની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ‘પીડિતાની આંખ અને મો બન્નેમાંથી લોહી વહી રહ્યું હતું અને ચહેરા પર ઇજાઓ હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. આ પુરાવાઓ તેમની હત્યા તરફ આંગળી ચીંધે છે આથી તેણીએ આત્મહત્યા કરી હોવાની બાબતોને નકારી કાઢી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button