નેશનલ

કલમ 375 હેઠળ શું મહિલા સામે બળાત્કારની ફરિયાદ નોંધી શકાય? જાણો SCએ શું કહ્યું..

કોઇ મહિલા વિરુદ્ધ આઇપીસીની કલમ 375 હેઠળ દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવી શકે કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટ તપાસ કરશે. યુપીના 62 વર્ષીય વિધવાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રને ખોટી રીતે દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યા છે. કેસની સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઋષિકેશ રોય અને સંજય કરોલની પીઠ સામે જ્યારે આ દલીલ થઇ ત્યારે તેમણે એ વાત પર શંકા જતાવી હતી કે શું કોઇ મહિલા પર દુષ્કર્મનો આરોપ લગાવી શકાય?

અત્યાર સુધી એવું જ થતું આવ્યું છે કે આ આરોપ ફક્ત પુરુષો પર જ લગાવી શકાય છે. આપણા બંધારણમાં કલમ 375નો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને વ્યાખ્યાયિત જ ‘પુરુષ’ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, એટલે આ કાયદાની જોગવાઇઓમાં બળાત્કારની આરોપી કોઇ કોઇ મહિલા હોઇ શકે એ રીતે નહિ પણ પુરુષને ગણીને નક્કી કરાઇ છે. એવામાં હવે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઇ મહિલાને બળાત્કારની આરોપી ગણવા માટે કાયદામાં સંશોધન અને ઉંડી તપાસની જરૂર છે.

મૂળ ઘટના એ બની હતી કે દુષ્કર્મનો કેસ જેની સામે ચાલી રહ્યો છે તે વિધવાના પુત્ર સામે અરજીકર્તા યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તે 3 વર્ષથી યુવક સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હતી. વિધવાનો પુત્ર અમેરિકામાં નોકરી કરે છે, તેણે યુવતીને લગ્નનો વાયદો પણ કર્યો હતો, જો કે તેણે એવો યુવતીને આગ્રહ કર્યો હતો કે તેના ભારત પરત આવતા સુધીમાં યુવતી તેની માતા સાથે રહે, તે આવશે એટલે કોર્ટ મેરેજ કરીને તેને અમેરિકા લઇ જશે.

જો કે થોડા સમય બાદ વિધવાએ તેના નાના પુત્ર સાથે લગ્ન કરવાનું યુવતી પર દબાણ કર્યું. યુવતીએ ના પાડતા વિધવાએ તેના નાના પુત્ર સાથે મળીને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો અને તેના પર દુષ્કર્મ આચરીને તેની અશ્લીલ તસવીરો પણ લઇ લીધી હતી. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે વિધવાએ પોતે જ તેને પોતાના નાના પુત્ર સાથે એક રૂમમાં બંધ કરી દીધી હતી અને આ રીતે બળાત્કારમાં સાથ આપ્યો હતો, આથી વિધવા સામે પણ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાય તેવી તેણે માગ કરી છે. અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા છે જેમાં મહિલા આરોપીએ પણ દુષ્કૃત્યમાં સાથ આપ્યો હોય, ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે મહિલા ભલે બળાત્કાર આચરી ન શકે, પરંતુ જો તે લોકોના જૂથને સાથ આપીને પીડિતા પર સામૂહિક બળાત્કારના કૃત્યને સરળ બનાવે તો તે ગુનો કરી શકે છે. તેથી તેની સામે IPCની જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ શકે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker