આશ્ચર્યમ! આ શહેરમાં થઈ Laapataa Ladies…. 23 દિવસમાં 14 ફરિયાદ -change heading
Hyderabad : હાલમાં દેશના એક પોલીસ સ્ટેશનમાં ગુમ થવાને લગતી અલગ અલગ એટલી ફરિયાદો નોંધાઈ છે કે તેની ખુબ નોંધ લેવી પડે તેમ છે. ચોંકાવનારી વાત તો એ છે કે એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 23 દિવસોમાં ગુમ થયાની 14 થી પણ વધુ ફરિયાદો નોંધાઈ છે. ઘરેથી એરપોર્ટ જવા નીકળેલી કોઇની પત્ની ન એરપોર્ટ પહોંચી એરપોર્ટ પહોંચી ગયેલી કોઇની પત્ની તેના ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચી.
આ શહેરમાં નોંધાયેલી ફરિયાદોને લઈને સ્થાનિક પોલીસ પણ હેરાન છે, પોલીસે પણ આ બધી ફરિયાદો પરથી એફઆઇઆર નોંધીને ગુમ થયેલી મહિલાઓ સહિત અન્ય લોકોને શોધવાની કામગીરી આદરી છે. આ શહેર છે હૈદરાબાદ અને આપણે જે પોલીસ સ્ટેશનની વાત કરી છીએ તે છે સાઈબરાબાદ પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશનમાં 17 એપ્રિલથી લઈને 10 મે સુધીમાં ગુમ થયાની લગભગ 14થી વધારે એફઆઇઆર નોંધાઈ ચૂકી છે.
એરપોર્ટ સુરક્ષા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કટ્ટા અંજનેયુલું રાવ નામની વ્યક્તિએ તેમની 27 વર્ષીય દીકરીની ગુમ થવાની સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી 4 મેના રોજ રાતે 11:50 વાગ્યે મલેશિયા જવા રવાના થઈ હતી, રાત્રે તેમણે ફ્લાઇટ ડિલે થવાની જાણકારી આપી હતી. પરંતુ સવારે 5 વાગે તેના પિતા સાથે વાત થયા બાદ તેનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાદ ન તે મલેશિયા પહોંચી હતી કે ન તો તેની કોઈ બીજી જાણકારી છે.
આ બનાવ ૧૮ એપ્રિલન છે કે જ્યારે સાંજે સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં તારકનાગા પ્રામાણિક નામના વ્યક્તિએ તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધાવ્યા મુજબ તેની ૨૨ વર્ષીય પત્ની પ્રિયા ફોન પર કોઈ અન્ય પુરુષ જોડે વાત કરી રહી હતી, આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બીજા દિવસે જ્યારે તેઓ ઓફિસથી પાછા ફર્યા ત્યારે તેમની પત્ની ઘર પર હતી નહીં. પત્નીને શોધવાના અનેક પ્રયત્નો પછી પણ તેમની પત્ની મળી હતી નહીં.
આ ઉપરાંત દુબઈથી હૈદરાબાદ દીકરીના નિકાહમાં ભારત આવેલા એક શેખ રફીએ 15 એપ્રિલના રોજ દુબઈ જવા હૈદરાબાદ એરપોર્ટ જવા રવાના થાય હતા. પરંતુ 16 તારીખનાં રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેમની દીકરીના મોબાઈલ પર કોલ આવ્યો હતો. ત્યારબાદ તેનો કોઈ સંપર્ક નથી. તે ઉપરાંત આ પોલીસ સ્ટેશનમાં 17 એપ્રિલથી લઈને અનેક ગુમ થયાની ફરીયાદ નોંધાઈ ચૂકી છે. આ ફરિયાદોએ પોલીસની સામે પણ ઘણા પ્રશ્ન પેદા કર્યા છે.