ટોપ ન્યૂઝનેશનલ

Third-Party Insurance નહીં હોય તો પેટ્રોલ-ડિઝલ પણ નહીં મળે! સરકાર લાવી શકે છે કડક નિયમ

નવી દિલ્હી: સરકારે વાહનચાલકો માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા છે, જો પેપર સાથે ના હોય તો પોલીસ દંડ વસુલી શકે છે. હવે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેના નિયમો વધુ કડક બની શકે છે. અહેવાલ મુજબ હવે પેટ્રોલ-ડિઝલ પુરાવવા, FASTag ખરીદવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવવા વાહનનો થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ રજુ કરવો જરૂરી બનાવવામાં (Third-Party Insurance compulsory for Fuel) આવશે. જો કે સરકાર તરફથી આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નિયમો કડક બનશે:
અહેવાલ મુજબ ભારત સરકાર વાહનોમાં ફયુલ પુરાવવા, FASTag , PUC અને લાઇસન્સ રીન્યુ કરવવા માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત બનાવવા વિચાર કરી રહી છે. વીમા વિનાના વાહનના માલિકોને ટેક્સ્ટ મેસેજ પણ મોકલવામાં આવશે.

અહેવાલ મુજબ કેન્દ્રીય નાણાં મંત્રાલયે માર્ગવ્યવહાર મંત્રાલયને થર્ડ-પાર્ટી વીમાના નિયમો કડક બનાવવા વિચાર કરવા જણાવ્યું છે, કેમ કે મોટર વિહિકલ એક્ટ હેઠળ કડક સજાઓ હોવા છતાં નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું.

ત્રણ મહિનાની સજા થઇ શકે છે:
મોટર વિહિકલ એક્ટ, 1988 હેઠળ, બધા વાહનો પાસે ફરજિયાતપણે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજીયાત છે, અને ઉલંઘન કરનારને રૂ. 2000 સુધીનો દંડ અથવા ત્રણ મહિના સુધીની જેલની સજા કે બંને થઈ શકે છે.

50 ટકા વાહનો પાસે ઈન્સ્યોરન્સ નથી:
અહેવાલ મુજબ દેશમાં રસ્તાઓ પર દોડી રહેલા 50 ટકાથી વધુ વાહનો પાસે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી નથી. સંસદની ફાઈન્સીયલ સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પોલોસી કવર વધારવાના રસ્તાઓ પર વિચાર કરવાનું સૂચન કર્યું હતું.

FASTag ને ઈન્સ્યોરન્સ સાથે લિંક કરવામાં આવશે:
હાલ સરકારે મોટર વિહિકલ એક્ટ હેઠળ નવો ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે FASTagને માન્ય થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી સાથે લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.

વાહનમાં પેટ્રોલ-ડિઝલ ભરતા પહેલા પેટ્રોલ પંપ પર ઈન્સ્યોરન્સ પુરાવાની તપાસ કરવામાં આવશે. FASTag સિસ્ટમ દ્વારા વાહનની માહિતી મળી જાય છે. હવે ફાસ્ટેગ સાથે ઈન્સ્યોરન્સ પણ જોડવામાં આવશે.

આ પણ વાંચો…કેરલના વાયનાડમાં 48 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો, જાણો શું છે કારણ…

થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજીયાત:
• ભારતમાં તમામ વાહનો માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત છે. આમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. જો તમારી પાસે કાર કે બાઇક-સ્કૂટર છે, તો પણ તેનો વીમો કરાવવો જરૂરી છે.

• ભારતના રસ્તાઓ પર થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આ માટે તમારે દંડ પણ ભરવો પડી શકે છે.

• થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ તમારા વાહન દ્વારા થર્ડ પાર્ટીને થયેલા નુકસાન સામે તમને કવર પૂરું પાડે છે. તમારા વાહનનો અકસ્માત થાય છે, ઈન્સ્યોરન્સ થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને આવરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button