ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો | મુંબઈ સમાચાર
નેશનલ

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો

નવી દિલ્હી : સરકારે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે અને ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસની લેવી ઘટાડીને એકદમ નાબૂદ કરી છે. સત્તાવાર જાહેરનામા પ્રમાણે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરની એડિશનલ એક્સાઈઝ ડયૂટી (એસએઈડી) પેટે લેવાતો વેરો ટનદીઠ ૧૩૦૦ રૂપિયાથી વધારીને ૨૩૦૦ રૂપિયા કરાયો છે. ડીઝલના નિકાસ પરની એસએઈડી લિટરદીઠ ૦.૫૦ રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરાઈ છે. એટીએફ કે જેટ
ફ્યુઅલની નિકાસ પર લેવાતી લેવી લિટરદીઠ એક રૂપિયાથી ઘટીને શૂન્યની કરાઈ છે. ભારતે પહેલી જુલાઈ, ૨૦૨૨એ વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. આમ કરીને ભારત એનર્જી કંપનીના સુપરનોર્મલ પ્રોફિટ પર વેરો લગાડનારા વધી રહેલા દેશોમાં સામેલ થયું હતું. અગાઉના બે સપ્તાહના તેલના સરેરાશ ભાવના આધારે દર પખવાડિયે વેરાના દરની સમીક્ષા થાય છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button