નેશનલ

ધોરણ નવથી બારની પરીક્ષામાં બુક, નોટ્સ લઇ જવાની છૂટ મળશે?

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીએસઇ ચાલુ વર્ષથી જ ઓપન-બુક એક્ઝામ્સ' એટલે કે પરીક્ષાર્થીને પાઠ્યપુસ્તક, પોતાની નોટ્સ અને અન્ય સ્ટડી મટિરિયલ લઇ જવાની છૂટ આપવાનું શરૂ કરવાનું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ નવ અને દસના વિદ્યાર્થી માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયો અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવશાસ્ત્ર (બાયોલોજી)ના વિષયોમાંઓપન-બુક એક્ઝામ્સ’ આપવાની છૂટ આપવાની યોજના છે. આ નવી પરીક્ષા પદ્ધતિ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે હાલમાં કદાચ નહિ અપનાવાય. તેમણે જણાવ્યું હતું કે હાલમાં આ ઓપન-બુક એક્ઝામ્સ' પ્રાયોગિક ધોરણે હશે અને બાદમાં તેને વિસ્તારાશે તેમ જ સંખ્યા વધારાશે. શરૂઆતમાં આ પ્રયોગ સીબીએસઇની થોડી સ્કૂલમાં કરાશે અને વિદ્યાર્થીને પરીક્ષા પૂરી કરવા લાગતા સમય તેમ જ તેને લગતી વિવિધ બાબતની માહિતી ભેગી કરાશે.નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક’ની ભલામણને આધારે આ યોજના હાથ ધરાશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશનના ગવર્નિંગ બોર્ડની 2023ના ડિસેમ્બરમાં મળેલી બેઠકમાં ઓપન-બુક એક્ઝામ્સ’ શરૂ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button