નવી દિલ્હીમાં યોજાયેલી G-20 સમિટનું સમાપન થઇ ગયું છે. હવે આગામી G-20 સમિટ બ્રાઝિલમાં યોજાવાની છે. ભારતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને આગામી G-20 સમિટની અધ્યક્ષતા સોંપી દીધી છે. એવામાં આગામી સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હાજરીને લઇને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પુતિનને આગામી વર્ષની G-20 સમિટમાં આમંત્રણ આપવામાં આવશે. જો તેઓ રિયો ડી જાનેરોમા યોજાનારી સમિટમાં ભાગ લેશે તો તેમની ધરપકડ કરવામાં નહિ આવે.
એક ઇન્ટરવ્યૂમાં લુલાને પૂછવામાં આવ્યું હતું કે શું પુતિનને આગામી સમિટ જે બ્રાઝિલમાં યોજાવા જઇ રહી છે તેમાં આમંત્રણ અપાશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ પહેલા તેઓ ખુદ રશિયામાં યોજાનાર BRICS દેશોની બેઠકમાં ભાગ લેવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે પુતિન બ્રાઝિલ આવી શકશે. હું તમને બ્રાઝિલનો રાષ્ટ્રપતિ હોવાના નાતે કહી શકું છું કે તેઓ બ્રાઝિલ આવે તો કોઇ અર્થ નથી કે તેમની ધરપકડ કરવામાં આવે.”
રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે બ્રાઝિલે રોમ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમણે આઇસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરી હતી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે માર્ચ મહિનામાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અનેક બાળકોને વિસ્થાપિત કરવાના આરોપસર પુતિન વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. તેમના પર અસંખ્ય બાળકોને ઉપાડીને રશિયા લઇ જવા તેમજ સૈન્યના જવાનો દ્વારા અપરાધ કરવાના આરોપ લાગ્યા હતા. જો કે રશિયાએ આ આરોપોનુ ખંડન કર્યું હતું. પરંતુ આ વાતને લીધે રશિયા હવે આંતરરાષ્ટ્રીય સમારોહથી અંતર બનાવવા લાગ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. આ જ કારણથી G-20માં પણ પુતિને પોતે હાજરી ન આપીને તેમના વિદેશપ્રધાનને મોકલ્યા તેવી અટકળો પણ વહેતી થઇ છે.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે