નેશનલ

શું નીતિશકુમાર બનશે I.N.D.I.A ગઠબંધનના પીએમ પદનો ચહેરો? JDU નેતાએ કહી દીધી આ મોટી વાત

જનતા દળ યુનાઇટેડના એક મોટા નેતાએ I.N.D.I.A ગઠબંધન તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે બિહારના સીએમ નીતિશકુમારને સૌથી યોગ્ય ઠેરવ્યા છે.

બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જેડીયુ નેતા મહેશ્વર હજારીએ જણાવ્યું છે કે તેમનામાં પ્રધાનમંત્રી બનવાના તમામ ગુણ છે. જ્યારે I.N.D.I.A ગઠબંધન પીએમ પદ માટેના યોગ્ય ચહેરાની જાહેરાત કરશે ત્યારે તેમાં નીતિશકુમારના નામનું જ સૂચન થશે, ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચુક્યા છે કે રામ મનોહર લોહિયા અને જેપી બાદ નીતિશકુમાર જ સૌથી મોટા સમાજવાદી નેતા છે. તેઓ 5 વર્ષ કેન્દ્ર સરકારમાં પ્રધાન રહ્યા અને 18 વર્ષથી તેઓ બિહારના મુખ્યપ્રધાન છે. તેમનાથી વધુ યોગ્ય ઉમેદવાર કોઇ હોઇ જ ન શકે. તેમણે જ તમામ વિપક્ષોને એકઠા કર્યા છે.

હજારી પહેલા જેડીયુ નેતા લલ્લનસિંહ પણ એવી માગ કરી ચુક્યા છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે લોકો નીતિશકુમારે દેશનું નેતૃત્વ કરતા જોવા માગે છે. જો કે નીતિશકુમાર પોતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન અનેકવાર એવું કહી ચુક્યા છે કે તેઓ વડા પ્રધાન પદના ઉમેદવાર નથી. તેઓ ફક્ત I.N.D.I.A ગઠબંધનના અલગ અલગ વિપક્ષો વચ્ચે એકતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button