નેશનલ

મોટિવેશનલ સ્પીકરની મુશ્કેલી વધશે?: યાનિકાના મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની મુસીબતો ઓછી થાય એમ લાગતું નથી. તેની પર પત્ની પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે રવિવારે વિવેક બિન્દ્રાની સોસાયટીની મુલાકાત લઇને તપાસ કરી હતી. પોલીસ પાસે વિવેકની પત્ની યાનિકાનો મેડિકલ રિપોર્ટ પણ આવ્યો છે. આ રિપોર્ટના આધારે હવે પોલીસ તેની તપાસ આગળ વધારશે એમ જાણવા મળ્યું છે.

મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીમાં રહે છે. આ જ સોસાયટીમાં તેણે તેની પત્ની સાથે મારપીટ કરી હતી. આ મમાલે તપાસ કરવા નોઇડા પોલીસની એક ટીમ રવિવારે તેની સોસાયટીમાં પહોંચી હતી અને આ કેસની તપાસ કરી હતી.


આપની જાણકારી માટે કે 14 ડિસેમ્બરના રોજ ગાજિયાબાદના સેક્ટર 126માં રહેતા વૈભવે તેના બનેવી વિવેક બિન્દ્રા સામે બહેનની મારપીટ કરવાની ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે બિન્દ્રા અને તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બરના રોજ થયા હતા. લગ્ન બાદ તેઓ નોઇડાના સેક્ટર 94માં આવેલા સુપરનોવા વેસ્ટ રેસિડન્સીમાં રહે છએ. લગ્નના બીજા જ દિવસે વિવેક તેની માતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે તેની પત્નીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને એક રૂમમાં બંધ કરી દીધી.


વિવેકે યાનિકાને બહુ માર માર્યો હતો, જેને કારણે યાનિકાના શરીર પર ઘાના નિશાન આવી ગયા હતા. કાન પર જોરથી મારવાને કારણે યાનિકા કાનથી બરાબર સાંભળી પણ શકતી નથી. વિવેકે એના વાળ પણ ખેંચ્યા હતા જેને કારણે યાનિકાના માથા પર પણ ઘા પડ્યા છે. નોઇડા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મેડિકલ રિપોર્ટના આધારે આ તપાસ આગળ વધી રહી છે. બીજા પુરાવાઓ પણ ભેગા કરવામાં આવી રહ્યા છે.

જોકે, વિવેક માટે આ બધું કંઇ નવું નથી. આ પહેલા પણ વિવેક વિવાદોમાં રહી ચૂક્યો છે. પહેલી પત્ની સાથેના વિવાદ બાદ તેણે ડિવોર્સ લીધા હતા. એ પહેલા એના યુટ્યુબર સંદીપ મહેશ્વરી સાથે પણ વિવાદ ચર્ચામાં આવ્યો હતો. સંદીપે વિવેક પર બિન્દ્રા પર મલ્ટી લેવલ માર્કેટિંગ જેવો કોર્સ ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બિઝનેસ શીખવવાને બહાને તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવી રહી છે.


જોકે, વિવેકે આ આરોપોનો પોતાની યુટ્યુબ ચેનલ પર જ જવાબ આપ્યો હતો. આ ઉપરાંત 2022માં બિન્દ્રાએ તેના એક વીડિયોમાં ગુરુ ગોવિંદ સિંહનું એનિમેટેડ નિરૂપણ કર્યું હતું, જેને લઈને તેને શીખ સમુદાયના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદ બાદ બિન્દ્રાએ માફી માગી હતી અને ત્યાર બાદ જ આ વિવાદ શાંત થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા