શું રૂપૌલીથી વિધાન સભાની ચૂંટણી લડશે લાલુ પ્રસાદ! હારશે તો વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે!

પુર્ણીયાની રૂપૌલી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજકારણ તેજ થઇ રહ્યું છે. જેડીયુએ પોતાનો ઉમેદવાર નક્કી કરી લીધો છે, જ્યારે મહાગઠબંધનમાં ઉમેદવાર બાબતે ખેંચતાણ ચાલુ છે. આ બધા વચ્ચે લાલુ પ્રસાદ યાદવે રૂપૌલી પેટાચૂંટણીને રસપ્રદ બનાવી લીધી છે. આ બેઠક પરથી લાલુ પ્રસાદ ઝંપલાવ્યું છે. તેમણે પણ આ બેઠક પરથી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જોકે, રૂપૌલી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડનાર આ લાલુ પ્રસાદ યાદવે RJDના સુપ્રીમો નથી. આ લાલુ પ્રસાદ યાદવ તો સારણ જિલ્લાના રહેવાસી છે અને આવા ગતકડા 25 વાર કરી ચૂક્યા છે અને રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે.
રૂપૌલી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અહીંથી વિધાન સભ્ય રહેલા બીમા ભારતીએ મહાગઠબંધનની ટિકિટ પર પુર્ણીયાની રૂપૌલી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી હતી. ત્યાર બાદ તેઓ JDUમાંથી RJDમાં આવી ગયા અને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું, પરિણામે આ પેટાચૂંટણી યોજાઇ રહી છે. સારણ લોકસભા ક્ષેત્રના મધૌરા વિધાનસભાના રહેવાસી યાદવે રૂપૌલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં નામાંકન દાખલ કર્યું છે. તેઓ MLA, MLC, MP અને PRESIDENT પદ સુધી ચૂંટણી લડ્યા છે. તેો અત્યાર સુધી 25 વખત ચૂંટણી લડી ચૂંક્યા છે, પરંતુ ક્યાંય તેઓ જીતી શક્યા નથી. તેમણે 2017 અને 2022માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ લડી હતી.
આ યુનિક લાલુ પ્રસાદ યાદવે હવે રૂપૌલી વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. અને જો તેઓ જીતી નહીં શકે તો રાહુલ ગાંધીની બેઠક વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે.