ટોપ ન્યૂઝનેશનલ

શું ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લેશે? પાકિસ્તાનને સતાવી રહ્યો છે હુમલાનો ડર

પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલામાં 27 લોકોનું મોત થયું છે. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના આતંકી સંગઠને લીધી છે. મહત્વની વાત એ છે કે, આ આતંકી સંગઠનને પાકિસ્તાન ફંડ આપે છે. જેથી સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ પાછળ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોઈ શકે છે. નોંધનીય છે કે, પહેલગામમાં થયેલા હુલમાનો ભારતીય સેના બદલો તો લેવાની જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. જેનો અત્યારે પાકિસ્તાનીઓમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. પાકિસ્તાનને ભારતની જવાબી કાર્યવાહીને ડર સતાવી રહ્યો છે.

પાકિસ્તાનીઓને સતાવી રહ્યો છે જવાબી હુમલાનો ડર

પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે મોટું નિવેદન આપ્યું છે. અબ્દુલ બાસિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન હાલ ભયના માહોલમાં છે અને વળતા હુમલાનો ડર છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સરહદ પર અત્યારે પાકિસ્તાનના જાસૂસી વિમાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. એટલું જ નહી પરંતુ પાકિસ્તાનને પોતાની વાયુસેનાને એલર્ટ પણ કરી દીધી છે. ભારતને જ્યારે પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેથી અત્યારે પણ પાકિસ્તાનને આવા હુમલાનો ડર સતાવી રહ્યો છે, આ ડરનો અર્થ પણ છે કે, પહેલગામ હુમલામાં આડકરતી રીતે પાકિસ્તાનનો હાથ પણ હોઈ શકે છે.

આતંકવાદી સજ્જાદ ગુલ ચલાવે છે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામનું સંગઠન

હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના આતંકી સંગઠને લીધી છે, જેને પાક લશ્કરનું પ્રોક્સી પણ માનવામાં આવે છે. આ સંગઠન ખતરનાક આતંકવાદી સજ્જાદ ગુલ ચલાવી રહ્યો છે. આ આતંકવાદીને હાફિઝ સઈદનો જમણો હાથ પણ કહેવામાં આવે છે. જે પર ભારતીય સુરક્ષા એજન્સીએ ઘણા વર્ષોથી ઇનામ જાહેર કરેલું છે. તેની શોધ સતત ચાલુ છે. આ હુમલાના આતંકવાદીઓને શોધ માટે પહેલગામની વાદીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, આતંકીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.

આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી

પાકિસ્તાન પાસે ખાવાના પણ રૂપિયા નથી પરંતુ આતંકી પ્રવૃતિઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પહેલગામ આતંકી હુમલાની જે સંગઠને જવાબદારી લીધી છે, તે સંગઠનને પણ પાકિસ્તાન ફંડ આપતું હોવાના અહેવાલો સામે આવેલા છે. પહેલગામમાં કુલ 27 લોકોનું મોત થયું. આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી. એટલે આજે આખો દેશ ગુસ્સામાં છે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી રહ્યો છે. જો કે, ભારતીય સેના સત્વરે હુમલાનો બદલો લેશે તેવો લોકોને વિશ્વાસ પણ છે.

આપણ વાંચો:  પહેલગામ આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક તસવીર, પત્ની આંખ સામે નેવી ઓફિસરની હત્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button