નેશનલ

મરાઠાઓને અનામત આપીશું: શિંદે

અન્ય સમાજના ક્વૉટાને અસર નહિ થાય

મુંબઈ: રાજ્યના અન્ય સમાજના વર્તમાન ક્વૉટા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાનો સર્વપક્ષી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું.

પત્રકારોને આપેલી મુલાકાતમાં શિંદેએ મરાઠા અનામત માટે પચીસ ઑક્ટોબરથી ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગેને ઉપવાસ છોડી દેવાની અને સરકારને થોડો સમય આપવા અપીલ કરી હતી. રાજ્યના અન્ય સમાજના વર્તમાન ક્વૉટા સાથે કોઈપણ
પ્રકારની બાંધછોડ કર્યા વિના મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાનો બેઠકમાં સર્વાનુમતીથી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી શિંદેએ મરાઠા અનામત માટે ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગેને ઉપવાસ છોડી દેવાની અને સરકારને સહકાર આપવાની અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની તૈયારી માટે રાજ્ય સરકારને થોડો સમય જોઈએ છે, એમ શિંદેએ કહ્યું હતું.

સરકાર મહારાષ્ટ્રના મરાઠીઓને કણબી જાતિ પ્રમાણપત્ર આપવા પર (જેથી કરીને એ લોકો ઓબીસી અનામતનો લાભ લઈ શકે) તેમ જ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી ક્યૂરેટિવ પિટિશનના ભાગરૂપ ભૂલચૂક વિનાની રજૂઆત કરવા જેવી બે બાબતો કામ કરી રહી છે, એમ શિંદેએ કહ્યું હતું.

અનામતને મુદ્દે છેલ્લા થોડાક દિવસો દરમિયાન નોંધાયેલ હિંસક બનાવોને મામલે બેઠકમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

અનામત મુદ્દે આવા હિંસક પ્રદર્શનો મરાઠી સમુદાયના લોકો માટે કાળા ધબ્બા સમાન હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કાયદાકીય પરીક્ષણમાં ખરી ઉતરે એવી રજૂઆતની તૈયારી કરવા સરકારને સમયની જરૂર છે.

મરાઠા સમુદાયના લોકોને અનામતનો લાભ મળી શકે તે માટે સરકાર પ્રામાણિક પ્રયાસો કરી રહી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે બૅકવર્ડ ક્લાસ કમિશન પણ આ મુદ્દે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા તે સમયે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી અનામતને બૉમ્બે હાઈ કોર્ટે મંજૂરી આપી હતી, પરંતુ અમુક ભૂલોને ધ્યાન પર લઈને સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢી હતી એમ જણાવતાં શિંદેએ કહ્યું હતું કે આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તેનું અમે ધ્યાન રાખવા માગીએ છીએ.

જરાંગેને અપીલ કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમણે સરકારના પ્રયાસો પર વિશ્ર્વાસ રાખવો જોઈએ.

આ મામલે સમગ્ર મરાઠા સમુદાયે સરકારને ટેકો આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button