નેશનલ

ગાઝિયાબાદનું નામ બદલાશે?

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. આ સંદર્ભમાં હવે ગાઝિયાબાદનું નામ બદલવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા અન્ય શહેરનું નામ બદલવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે.

ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. હવે આ શહેરનું નામ હરનંદી નગર, ગજપ્રસ્થ, દૂધેશ્વર નગરમાંથી કોઈ એક રાખી શકાય છે. ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓ ગાઝિયાબાદ જિલ્લાનું નામ બદલવાની માંગ કરી રહ્યા હતા, તેથી જ્યારે મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં દરખાસ્ત પસાર થઇ કે તરત જ તમામ કાઉન્સિલરોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી.


ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સુનીતા દયાલે કહ્યું હતું કે આ પ્રસ્તાવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે અને માત્ર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જ તેના પર વિચાર કરશે. આ ત્રણ નામોમાંથી કોઇ એક નામ રાખવામાં આવશે! નામ બદલવાની દરખાસ્ત તો પાસ થઈ ગઈ છે, પરંતુ કયું નામ રાખવામાં આવશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. નામ બદલવા માટે ગજનગર, હરનંદીનગર અને દૂધેશ્વર નગરના નામ સામે આવ્યા છે, જેમાંથી એક નામ પર નિર્ણય લેવાનો બાકી છે. નામ પર નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર લેશે. 14 નવેમ્બર 1976 પહેલા ગાઝિયાબાદ મેરઠ જિલ્લાનો એક તાલુકો હતો.

જાણવા યોગ્ય છે કે 14 નવેમ્બર 1976 પહેલા ગાઝિયાબાદ મેરઠ જિલ્લાનો એક તાલુકો હતો. ગાઝિયાબાદને 14 નવેમ્બર 1976ના રોજ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ગાઝિયાબાદની સરકારી વેબસાઈટ અનુસાર, આ સ્થળની સ્થાપના 1740માં ગાઝી-ઉદ્દ-દીન દ્વારા કરવામાં આવી હતી, જેણે તેને ગાઝીઉદ્દીનનગર તરીકે ઓળખાવ્યું હતું. રેલ્વે લાઇન ખુલ્યા બાદ આ જગ્યાનું નામ ટૂંકું કરીને ગાઝિયાબાદ કરવામાં આવ્યું હતું.


ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ઘણા રેલવે સ્ટેશનો અને જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. રાજ્યના અન્ય મહત્વનો જિલ્લો અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની તૈયારી ચાલી રહી છે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયા નવેમ્બર મહિનામાં અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ દરખાસ્ત પસાર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અલીગઢને હરિગઢ બનાવવાનો માર્ગ વધુ સરળ બની ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button