નેશનલસ્પોર્ટસ

શું ધોની ઉતરશે યુદ્ધ મેદાનમાં? જાણો શું છે ટેરિટોરિયલ આર્મી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે. જો સ્થિતિ વણસે તો ટેરિટોરિયલ આર્મીને પણ તૈયાર રહેવા જણાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ આર્મીનો હિસ્સો છે. તેણે આર્મીમાં લેફ્ટિનેંટ કર્નલની માનદ પદવી આપવામાં આવી છે. જો યુદ્ધ જલદી સમાપ્ત ન થયા તો ધોનીએ પણ તૈયાર રહેવું પડશે.

Will Dhoni enter the battlefield? Know what is Territorial Army?
Image Source: Firstpost

શું છે ટેરિટોરિયલ આર્મી

ટેરિટોરિયલ આર્મી કોઈ સીધો મોર્ચો સંભાળતી નથી પરંતુ જ્યારે યુદ્ધનો સમય આવે છે ત્યારે મેદાનમાં ઉતરે છે. તે ભારતીય સેનાનો એક હિસ્સો છે. ટેરિટોરિયલ આર્મી સેના અલગ અલગ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવે છે. જરૂર પડે ત્યારે કામ લાગી શકે તે માટે ટેરિટોરિયલ આર્મીને સેના તરફથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સંકટના સમયે આર્મીનું કામ આંતરિક સુરક્ષા આપવાનું હોય છે. ટેરિટોરિયલ આર્મી એક સ્વૈચ્છિક સંગઠન છે. તેના સભ્યો પોતાનું કામ કરી શકે છે, તેમજ જરૂર પડવા પર મેદાનમાં ઉતરે છે.

ભારતને ત્રણ આઈસીસી ખિતાબ જીતાડનારો ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી ચુક્યો છે. તે હાલ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. પાકિસ્તાન સાથેના તણાવને લઈ આઈપીએલ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારે ટેરિટોરિયલ આર્મીને તૈયાર રહેવાનું કહ્યું છે. ધોની તેમાં લેફ્ટિનેંટ કર્નલ છે.

આ પણ વાંચો ઓપરેશન સિંદૂર: દેશમાં અનાજ કે ઇંધણની કોઇ અછત નથી!

ધોનીની કેવી છે આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ કરિયર

ધોનીએ 2005 થી 2014 દરમિયાન 90 ટેસ્ટમાં 4876 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 33 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 2004 થી 2019 દરમિયાન 350 વન ડેમાં 10 સદી સાથે 10,773 રન બનાવ્યા છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20 ઈન્ટરનેશનલમાં 98 મેચમાં 1282 રન બનાવ્યા છે. ધોની આઈપીએલમાં 2008થી રમી રહ્યો છે. તેણે આઈપીએલની અત્યાર સુધીમાં 276 મેચમાં 5423 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન નોટઆઉટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button