નેશનલ

સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું: રાહુલ

તેલંગણામાં ઇતિહાસ રચાયો: પ્રિયંકા

નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ જણાવ્યું હતું કે અમારો પક્ષ જનમતને સ્વીકારે છે અને અમે સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું.

દરમિયાન, રાહુલનાં બહેન અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વડરાએ તેલંગણામાં કૉંગ્રેસના થયેલા વિજય બદલ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેલંગણામાં ઇતિહાસ રચાયો છે. કૉંગ્રેસ પક્ષ રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે કાર્ય કરવાનું ચાલુ રાખશે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પૉસ્ટ કર્યું હતું કે હું તેલંગણાના મતદારોનો ખરા દિલથી આભાર માનું છું. અમારા નેતાઓ અને પક્ષના કાર્યકરો દ્વારા રાજ્યમાં કરાયેલી મહેનત રંગ લાવી છે.

કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વડરાએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પૉસ્ટ કર્યું હતું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસ પાર્ટી સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવશે. અમે આ રાજ્યોમાંના જનાદેશને સ્વીકારીએ છીએ.

કૉંગ્રેસે તેલંગણામાં બીઆરએસ પાસેથી સત્તા આંચકી લીધી છે, જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સત્તા પર આવશે. દેશમાં હવે માત્ર ત્રણ રાજ્યમાં કૉંગ્રેસની સરકાર છે.
(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button