નેશનલ

શું Manish Sisodia બાદ Arvind Kejriwalને પણ મળશે જામીન ?

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એકસાઈઝ પોલિસી કેસમાં જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)જામીન મળવાની ચર્ચાઓએ જોર પકડયું છે. આ સંબંધમાં કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરવામાં આવી છે કે તેમને જામીન આપવામાં આવે કારણ કે CBI દ્વારા ધરપકડ સંપૂર્ણ પણે ખોટી છે. આ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં આવી જ અપીલ કરી હતી. પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નથી. પરંતુ હવે મનીષ સિસોદિયાને જામીન મળતા કેજરીવાલની આશા પણ વધી ગઈ છે.

સિસોદિયાને જામીન કેવી રીતે મળ્યા ?

દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ED દ્વારા આઠ વખત ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેમની તરફથી એક વખત પણ ટ્રાયલ શરૂ કરવામાં આવી ન હતી. કોર્ટનું સ્પષ્ટ માનવું હતું કે જો તમે કોઈને આરોપી માનો છો તો તેની સામે ટ્રાયલ શરૂ કરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. સિસોદિયાની સુનાવણી દરમિયાન કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ટ્રાયલમાં વિલંબ માટે પૂર્વ ઉપ મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

કેજરીવાલને સુપ્રીમ કોર્ટ પાસેથી શું આશા છે?

સુપ્રીમ કોર્ટે દલીલ કરી હતી કે સિસોદિયાની જે પણ અરજીઓ છે તે માત્ર તેમની પત્નીને મળવા માટે હતી. નીચલી અદાલતે આની નોંધ લેવી જોઈતી હતી અને AAP નેતાને તેના આધારે જામીન આપવા જોઈએ. હવે આ કારણથી અરવિંદ કેજરીવાલને પણ લાગે છે કે તેમને સીબીઆઈ કેસમાં જામીન મળી જશે. સીબીઆઈએ પણ કેજરીવાલ વિરુદ્ધ ટ્રાયલ શરૂ કરી નથી, નીચલી કોર્ટે પણ તેમના જામીન ફગાવી દીધા છે, તેથી તેમને રાહતની આશા છે.

આમ આદમી પાર્ટી માટે કેજરીવાલ જરૂરી છે

આ કેસમાં સીબીઆઈ દાવો કરે છે કે તેમની પાસે કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવા છે, તેઓએ આ સમગ્ર કથિત કૌભાંડમાં મુખ્ય પ્રધાનનું નામ પણ લીધું છે. આવી સ્થિતિમાં આપણે રાહ જોવી પડશે કે સુપ્રીમ કોર્ટ રાહત આપે છે કે ફટકો. આમ આદમી પાર્ટી ચોક્કસપણે ઈચ્છે છે કે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમના સૌથી મોટા નેતાઓ બહાર આવે. આ સ્થિતિમાં પાર્ટી માટે વ્યૂહરચના અને પ્રચાર કરવાનું વધુ સરળ બની જશે. તેમજ અન્ય પક્ષો સાથે વાટાઘાટો પણ ઘણા રાજ્યોમાં સરળ બની શકે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…