નેશનલ

શું 2024માં અબ કી બાર BJP 400 પાર? રામ મંદિરની અસરથી UPમાં તૂટશે રેકોર્ડ?

લખનઊ: 2014માં કેન્દ્રમાં બીજી વાર સત્તા મેળવ્યા બાદ ભારતીય રાજકારણમાં BJP પોતાનો દબદબો જમાવી રહી છે. અને તેના પરિણામે 2019માં વધુ બેઠકો મેળવીને પોતાના રેકોર્ડમાં ઘણો સુધાર કર્યો હતો અને હવે તેનાથી પણ આગળ વધવાની કોશિશ થઈ રહી છે.

લોકસભાની ચૂંટણીઓમાં 1984ના કોંગ્રેસનાં પ્રદર્શનને સૌથી મોટી જીતના રૂપમાં જોવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસે 400થી વધુ બેઠકો મેળવી હતી. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણીના રાજકારણના આ મુકામે પહોંચી ગયું છે.

જે રીતે 1984માં કોંગ્રેસની લહેર જોવા મળતી હતી, લગભગ એવું જ વાતાવરણ આ વખતે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહને લઈને ભાજપની તરફેણમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની સમકક્ષ ન હોવા છતાં પણ સવાલ એ થાય છે કે શું ભાજપ 2024માં 400ના આંકડાને સ્પર્શી શકશે?

આવી સ્થિતિમાં દેશના રાજકારણમાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જ્યારે ભાજપ યુપીમાં અયોધ્યા સમારોહને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, તેનો બહિષ્કાર કરીને, મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે, અને INDIA બ્લોકના મોટા ભાગના નેતાઓ તેમની સમાન વ્યસ્તતા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશનું મહત્વ આપોઆપ વધી જાય છે.

જાણો કેટલી મેળવી શકે છે બેઠકો?

1984માં લોક સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે યુપીની 85 માંથી 83 બેઠકો મેળવી લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં BJP 80 માંથી કેટલી બેઠકો મેળવી લે છે?

હાલના સમયે તો એવું સમજી શકાય છે કે જે રીતે રામ મંદિર ઉદ્ઘાટન સમારંભ ચાલી રહ્યું છે તેને લઈને મુલાયમ પરિવારથી લઈને ગાંધી પરિવારની જે હાલત છે તે જોતાં તેવું લાગે છે કે વધુ કોઈ મુશ્કેલીઓ થશે નહીં.

શું ઇશારા કરે છે ભૂતકાળના પરિણામો

ઉત્તરાખંડની રચના બાદ યુપીમાં લોકસભાની 80 અને ઉત્તરાખંડમાં 5 લોકસભા બેઠકો છે. યુપીના પરિણામોએ 1984ની ચૂંટણીમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તે સમયે યુપીમાં લોકસભાની 85 બેઠકો હતી.

જો આપણે 2014ની સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો, ભાજપને 71 બેઠકો મળી હતી, જ્યારે સહયોગી અપના દળના 2 સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા. બાકીની સાત બેઠકોમાંથી 5 મુલાયમ સિંહ યાદવના પરિવારને અને બે ગાંધી પરિવારને ગઈ. માયાવતીને ઝીરો બેલેન્સથી સંતોષ માનવો પડ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણીમાં માયાવતી અખિલેશ યાદવ સાથે ચૂંટણી ગઠબંધન કરીને 10 બેઠકો જીતવામાં સફળ રહી હતી. અખિલેશ યાદવને પત્ની ડિમ્પલ યાદવને હારનું દુઃખ સહન કરવું પડ્યું હતું, પરંતુ સમાજવાદી પાર્ટી 5 બેઠકો જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી કારણ કેBJP ની સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પાસેથી અમેઠી સીટ છીનવી લીધી – તેથી ભાજપની સીટ ઘટીને 62 થઈ ગઈ.

જો આપણે 2014 અને 2019ના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો ભાજપ ઝડપથી વિકાસ પામી રહ્યું હોય તેવું જણાય છે – અને 2024માં ભાજપના માર્ગમાં બહુ ઓછા અવરોધો દેખાય છે.

હાલમાં, યુપીમાં મહત્તમ બેઠકો જીતવામાં ભાજપ સામે માત્ર બે જ અવરોધો છે – એક, ગાંધી પરિવાર, મુલાયમ પરિવાર અને ચૌધરી ચરણ સિંહના પરિવારના ગઢ ગણાતા વિસ્તારો – અને બીજું, મુસ્લિમ વોટ બેંક. જો જોવામાં આવે તો બીજેપી પણ મોદીની ફોર્મ્યુલા પર આગળ વધી રહી છે અને પહેલા માત્ર મુશ્કેલ પ્રશ્નો પર ફોકસ કરી રહી છે.

ડિમ્પલ યાદવની હારને સરભર કરવા માટે અખિલેશ યાદવે થોડી રાહ જોવી પડી. ઘણી મહેનત બાદ અખિલેશ યાદવે મુલાયમ સિંહ યાદવની મૈનપુરી બેઠક પરથી ડિમ્પલ યાદવને લોકસભામાં મોકલીને પરિવારનો દબદબો જાળવી રાખ્યો છે અને આ જ કારણ છે કે સમાજવાદીના પ્રભાવ હેઠળની બેઠકો પર ભાજપ અસરકારક વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.

છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જીતની રાહ જોઈ રહેલા ચૌધરી ચરણ સિંહના પરિવારને 2024માં પણ ચોક્કસ આશા હશે. જો INDIA બ્લોકના કારણે વિપક્ષમાં જઈ રહેલા મતો વિભાજિત ન થાય અને એકબીજાને ટ્રાન્સફર કરવામાં આવે તો RLD નેતા જયંત ચૌધરી પણ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

રાજકારણમાં સંબંધોનું ઘણું મહત્વ હોય છે. તાજેતરનું ઉદાહરણ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની RJD નેતા લાલુ યાદવના ઘરે પહોંચીને ચૂડા અને દહીં ખાતા જોવા મળ્યા હતા. આવા ઉદાહરણો પણ જોવા મળી શકે છે.

જે રીતે જંગમાં બધુ જ જાયજ માનવમાં આવે છે તે જ સૂત્રને પકડીને BJP આગમની ચૂંટણી રણનીતિમાં આગળ વધી રહી છે. મતલબ કોઈ પણ ભોગે આગળ વધવાના સૂત્રને સાથે રાખીને આગળ વધી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button