જંગલી હાથીના હુમલામાં કેરળમાં યુવાનનું મોત

વાયનાડઃ કેરળના વાયનાડમાં જંગલી હાથીના શંકાસ્પદ હુમલામાં એક ૨૭ વર્ષીય વ્યક્તિનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મેપ્પાડી પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવતા અટ્ટામલામાં એક આદિવાસી ગામમાં બની હતી. મૃતકની ઓળખ આદિવાસી સમુદાયના સભ્ય બાલકૃષ્ણન તરીકે થઇ છે.
આ પણ વાંચો: Safety: બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં સેટેલાઇટ કોલરથી હાથીઓ પર રખાશે નજર
આ ઘટના મંગળવારે રાત્રે બની હોવાનું જાણવા મળે છે. જ્યારે મૃતદેહ બુધવારે મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અને વન વિભાગના અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચી ગયા છે.
આ ઘટના આ જિલ્લામાં કેરળ-તામિલનાડુ સરહદે આવેલા નૂલપૂઝા ગામના જંગલ વિસ્તારમાં જંગલી હાથીના હુમલામાં ૪૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયાના એક દિવસ બાદ બની છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ મંગળવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે હાથી સહિતના જંગલી પ્રાણીઓ દ્વારા વારંવાર હુમલો થવાના ભયને કારણે તેઓ તેમના ઘરની બહાર નીકળી શકતા નથી.