નેશનલ

પત્નીના પરિવાર કે મિત્રોએ લાંબા સમય સુધી પતિના ઘરમાં રહેવું એ ક્રૂરતા છે’, કોર્ટે આપ્યો મોટો નિર્ણય

કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે પરિણીત મહિલાના મિત્રો અને પરિવારનું પતિની ઈચ્છા વિરુદ્ધ તેના ઘરે લાંબા સમય સુધી રહેવું, ક્રૂરતા સમાન હોઈ શકે છે. કલકત્તા હાઈકોર્ટે 19 ડિસેમ્બરે આ મામલે “ક્રૂરતાના આધારે” એક પુરુષને છૂટાછેડા આપ્યા હતા. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે પત્નીના મિત્રો અથવા સંબંધીઓ માટે પતિની ઈચ્છા વિરુદ્ધ લાંબા સમય સુધી તેના ઘરમાં રહેવું એ ક્રૂરતા છે. ઘણી વખત, આવા સંજોગોમાં જ્યારે પત્ની પોતે ઘરે ન હોય, ત્યારે ઘરમાં તેના સંબંધીઓની હાજરી અરજદારના જીવન પર ઊંડી અસર કરે છે. લગ્નના ત્રણ વર્ષ બાદ જ મહિલાના પતિએ 2008માં છૂટાછેડાની અરજી કરી હતી.

વિગત મુજબ કપલના લગ્ન પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં થયા હતા. બાદમાં વર્ષ 2006માં પતિ-પત્ની બંને કોલાઘાટ આવી ગયા, જ્યાં પતિ કામ કરતો હતો. વર્ષ 2008માં પત્ની કોલકાતાના નારકેલડાંગા ગઈ હતી. તેણે કહ્યું કે તેણી માટે અહીં રહેવું વધુ અનુકૂળ છે કારણ કે તે સિયાલદાહથી નજીક છે, જ્યાં તે કામ કરે છે. જો કે, પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તે તેના પતિથી દૂર થઇ ગઇ કારણ કે તે લાચાર બની ગઇ હતી.

પત્નીએ 2008માં કોલાઘાટમાં પતિનું ઘર છોડી દીધું તે પછી પણ તેનો પરિવાર અને એક મિત્ર ત્યાં જ રોકાયા હતા. વર્ષ 2016માં પત્ની ઉત્તરપરા ગઈ હતી. પતિનું કહેવું છે કે તેની પત્ની તેનાથી દૂર રહે છે તે ક્રૂર છે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે પત્નીને કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા કે બાળકો પેદા કરવામાં રસ નથી.
કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે પતિના ઘરે પત્નીના પરિવારનું લાંબું રોકાણ ‘ક્રૂરતા’ સમાન છે, જે છૂટાછેડા માટે યોગ્ય કારણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button