સતી સાવિત્રીને બદલે યમદૂત બની પત્નીઃ પતિના ટૂકડા કરી સિમેન્ટમાં જડી દીધો પણ…

મેરઠઃ આપણી પૌરાણિક કથાઓમાં પતિ સત્યવાનના જીવન માટે પત્ની સાવિત્રી યમરાજ સામે પણ બાથ ભીડી લે તેવી દર્શાવવામાં આવી છે, પરંતુ આજકાલ દેશમાં બનતી ઘણી ઘટનાઓ લગ્નજીવન અને સમાજવ્યવસ્થાને પડકારતી હોય તેમ લાગી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં આવી એક ઘટના બની છે જેણે રાજ્યભરમાં નહીં પણ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. અહીં એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા તો કરી પણ ત્યારબાદ તેની સાથે જે અમાનવીય કૃત્ય કર્યું છે તે માનવામાં ન આવે તેમ છે.
મેરઠમાં રહેતી મુસ્કાન અને તેનાં પ્રેમી સાહિલે મળીને આ ગુનો આચર્યો છે, પરંતુ મુસ્કાનની માતાને શાબાશી આપવી પડે કે તેણે દીકરીના આ પાપને છત્તુ કર્યું અને તેથી સૌરભ રાજપૂત નામના યુવાન સાથે શું થયું તે સૌને ખબર પડી.
સૌરભ મર્ચન્ટ નેવીમાં નોકરી કરે છે અને થોડા સમય પહેલા લંડનમાં પોસ્ટેડ હતો. તે 4થી માર્ચે પાછો ફર્યો હતો. સૌરભની પત્ની અને પાંચેક વર્ષની પુત્રી મેરઠમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ચોથી માર્ચે સૌરભ લંડનથી પરત ફર્યો. તે પહેલા મુસ્કાને પડોશી-પરિવારને કહ્યું હતું કે તે પતિ અને દીકરી હિમાચલ પ્રદેશ ફરવા જવાના છે. જોકે 4 માર્ચ બાદ પરિવાર દેખાયો નહીં અને પડોશીઓએ પણ ખાસ કોઈ પૂછપરછ કરી નહીં.
આ પણ વાંચો…અમદાવાદમાંથી પકડાયેલા 100 કરોડ સોનાના કેસમાં શું થયો મોટો ખુલાસો?
મુસ્કાને પોતે મમ્મીને ફોન કરી જણાવ્યું
4થી માર્ચે જોવો પતિ ઘરે આવ્યો મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળી તેના પર ચાકુના વાર કરી તેને મારી નાીખ્યો. ત્યારબાદ તેની લાશ ન મળે એટલે બન્નેએ ઘરના ફળિયામાં પડેલા ડ્રમમાં ટૂંકડા નાખી તેમાં ભીની સિમેન્ટ ભરી દીધી અને ત્યાંથી નીકળી ગયા. મુસ્કાને આ બધી વાત તેની માતાને કહી ત્યારે માતાને શોક લાગ્યો અને તેણે પોલીસને જાણ કરતા આખો કેસ બહાર આવ્યો.
પોસ્ટમોર્ટ્મ માટે ડ્રમ કાપી લાશ કાઢી
પોલીસને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ઘટનાસ્થળે દોડ્યા અને ડ્રમમાં લાશ છે કે નહીં તે તપાસવાની કોશિશ કરી. સિમેન્ટ એટલી જામી ગઈ હતી કે 20 કલાકની મહેનત બાદ પણ ડ્રમમાંથી કંઈ કાઢી શકાયું નહીં. ત્યારબાદ ડ્રમ સહિત તેને પોસ્ટમોર્ટ્મ માટે લઈ ગયા જ્યાં તેને કાપી સૌરભના ટૂકડા બહાર કાઢી તેને પોસ્ટ મોર્ટ્મ માટે મોકલવામાં આવ્યા. દરમિયાન પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી છે અને તેણે ગુનો કબૂલ્યો છે.