નેશનલ

વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A કેમ રાખવામાં આવ્યું

રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શા માટે તેમણે વિપક્ષી ગઠબંધનનું નામ ભારત રાખ્યું. તેમણે જણાવ્યું હતું કે, અમે હવે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ભારતની વિચારધારાને બચાવવા માટે લડી રહ્યા છીએ અને તેથી જ અમે અમારા ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખ્યું છે. કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ સંસદમાં રમેશ બિધુરી દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી, વન નેશન વન ઈલેક્શન, જાતિ ગણતરી અને તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અત્યારે કદાચ અમે તેલંગાણામાં જીતી રહ્યા છીએ. અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં નિશ્ચિતપણે જીતી રહ્યા છીએ, રાજસ્થાનમાં પણ અમે પાસે સખત સ્પર્ધા આપીશું અને અમને લાગે છે કે અમે જીતી શકીશું. તેમણે કહ્યું હતું કે ભાજપ પોતાના સાંસદો રમેશ બિધુરી અને નિશિકાંત દુબે દ્વારા વિવાદ ઉભો કરીને જાતિ ગણતરીના વિચાર પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

વાયનાડના સાંસદે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે કર્ણાટકમાં એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યા હતા. અમારા ધ્યાનમાં આવ્યું કે ભાજપ અમારું ધ્યાન હટાવીને ચૂંટણી જીતે છે. અમે કર્ણાટકમાં આ પદ્ધતિ અપનાવી અને ભાજપની જેમ ચૂંટણી લડ્યા. અમે ભાજપને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા માટે સમય આપ્યો જ નહીં

રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ એવા રાજ્યોમાં કર્ણાટકમાં શીખેલા પાઠનો અમલ કરી રહી છે જ્યાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ભારતના કોઈપણ ઉદ્યોગપતિને પૂછો કે જો તેઓ કોઈપણ વિપક્ષી પાર્ટીને સમર્થન આપે તો તેમનું શું થાય છે અને જો તેઓ વિરોધ પક્ષના ચેક પર સહી કરે તો તેમનું શું થાય છે? આના પરથી તમને ભાજપની વિચારસરણી ખબર પડશે.


રાહુલે કહ્યું હતું કે અમે નાણાકીય હુમલા, મીડિયા હુમલાનો સામનો કરી રહ્યા છીએ અને તેમ છતાં અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. હવે અમે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ભારતના વિચારને બચાવવા માટે લડી રહ્યા છીએ. અને તેથી જ અમે અમારા પક્ષનું નામ ભારત રાખ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button