નેશનલ

દુબઈ જવા માટે તૈયાર ફ્લાઈટ કેમ એક અનાઉન્સ્મેન્ટ બાદ રદ્દ કર દેવામાં આવી ?

લખનઉ : લખનઉનાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પરથી ગુરુવારે રાત્રે ઇન્ડિગો એરલાઈનની ફ્લાઈટ ઉડાન ભરવા માટે તૈયાર હતી અને આ સમયે તમામ મુસાફરો પણ પ્લેનમાં બેસી ચુક્યા હતા. તેવા સમયે અચાનક જાહેરાત કરીને તમામ મુસાફરોને પ્લેનની બહાર નીકળવાની સૂચનાં આપવામાં આવી. વિમાન ખાલી કરવાની સુચના મળતા જ મુસાફરોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ડિગો એરલાઈનની ફ્લાઈટ 21:45 વાગ્યે પુના જવા રવાના કરવાની હતી જ્યારે એર ઇન્ડીયા એકસપ્રેસની ફ્લાઈટ 21:55 વાગ્યે દુબઈ જવા રવાના થવાની હતી. અચાનક જ ફ્લાઈટ રદ્દ કરવામાં આવતા મુસાફરોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો.

અચાનક જ ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવતા યાત્રિકો પ્લેનમાંથી ઉતરવા તૈયાર ન હતા. મુસાફરોનું કહેવું હતુ કે તેઓ ખુબ જ અગત્યના કામથી જઈ રહ્યા હતા, આવી બાબત તેમણે પહેલા જ કન્ફર્મ કરવી જોઈએ. તો ઘણાને ત્યાંથી અન્ય ફ્લાઈટ પકડવાની હતી. ફ્લાઈટ રદ્દ થયા બાદ એર ઇન્ડીયાનાં મુસાફરોને ઇન્ટરનેશનલ ટર્મિનલ અને પુના જતા મુસાફરોને ડોમેસ્ટિક એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા.મુસાફરો પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ફ્લાઈટ રદ્દ થવા પાછળ રન વે બંધ હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું.

મુસાફરોને એવું કહેવામાં આવ્યું હતું કે રાતના રનવે પરથી કોઈ જ ફ્લાઈટ ટેક ઓફ નહિ લઇ શકે. મુસાફરોનું કહેવું હતું કે પ્લેનમાં નેસ્વાં સમએ અને બોર્ડીંગ સમયે રન વે સબંધિત કોઈ સુચના તેનેન આપવામાં નહોતી આવી. ઘણા મુસાફરો એવા હતા કે જેમની દુબઈમાં હોટલ બુક થઇ ચુકી હતી તો ઘણાને ત્યાથીં અન્ય કનેક્ટીવ ફ્લાઈટ પકડવાની હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, પુના જનારી ઇન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં 180 અને દુબઈ જનારી એર ઇન્ડીયાની ફ્લાઈટમાં 150 મુસાફરો સવાર હતા. લખનઉ એરપોર્ટ પ્રશાસને કહ્યું હતુ કે 18 એપ્રિલથી 11 જુલાઈ સુધી રન-વે અપગ્રેડેશનની કામગીરી ચાલુ છે, આથી તમામ ફ્લાઈટને 10થી 15 મિનીટનો જ વિરામ આપવામાં આવે છે. છેવટે, એરપોર્ટ પ્રશાસને પણ સ્વીકાર્યું હતું કે તેઓએ અગાઉ સુચના નહોતી આપી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress