
નવી દિલ્હીઃ સંસદમાં ઑપરેશન સિંદૂર મામલે વિપક્ષોને જવાબ આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર કોઈ દબાણમાં આવવાથી નથી રોકવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે જે લક્ષ્યો રાખ્યા હતા તે સિદ્ધ થઈ જતા ઑપરેશન સિંદૂર રોકવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે.
અગાઉ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિઝફાયરનો દાવો કરી વિવાદ જગાવ્યો હતો. વિપક્ષ સરકારને આ મામલે વારંવાર ઘેરતી હતી.
આપણ વાંચો: સસંદમાં ઑપરેશન સિંદૂરની ટીકા કરવાનો શશી થરૂરે કર્યો ઈનકાર
રાજનાથ સિંહે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સશસ્ત્ર દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે આપણી સેનાએ એક સાથે નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા.
આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા 100 થી વધુ આતંકવાદીઓ, તેમના ટ્રેનર્સ, હેન્ડલર્સ અને સહયોગીઓ માર્યા ગયા.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ સમગ્ર કાર્યવાહી માત્ર 22 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી. આપણી સેનાનું આયોજન અને સંકલન ઉત્તમ હતું. તેમણે દેશ માટે કુરબાની આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.