ઇન્ટરનેશનલનેશનલ

વિવેક રામાસ્વામી કેમ H-1B વિઝાને કેમ બંધ કરવા ઇચ્છે છે…

આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિવેક રામાસ્વામીએ પણ આ રેસમાં રિપબ્લિકન પાર્ટી વતી દાવો કર્યો છે. રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એક મજબૂત અને શક્તિશાળી ડિબેટર તરીકે રજૂ કરી રહ્યા છે. રામાસ્વામીએ તાજેતરમાં H-1B વિઝા પ્રોગ્રામને બંધ કરવાની હિમાયત કરી હતી. તેમને કહ્યું હતું કે આ એક ગીરમીટીયા પ્રણાલી છે.

જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે દર વર્ષે હજારો મજૂરોને કાગળ પર અંગૂઠાની છાપ લઇને પરાણે આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં મજૂર તરીકે મોકલવામાં આવતા હતા. આ મજૂરોને ‘ગીરમીટ’ કહેવાતા હતા. ત્યારે વિવેક રામાસ્વામીએ ગીરમીટ શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ તેઓ મેરિટના આધારે લોકોને વિઝા આપવાની નીતિ શરૂ કરશે અને આ ગીરમીટીયા પધ્ધતિ બંધ કરી દેશે.


નોંધનીય છે કે H-1B વિઝા દ્વારા જ મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ કામ કરવા માટે અમેરિકા જાય છે. આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેના દ્વારા અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાનો અધિકાર મળે છે. આ વિઝા પ્રોગ્રામ દ્વારા અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓની ભર્તી કરે છે. અને તે તમામને બહારના દેશોમાંથી કામ કરવા આવતા મજૂરની જેમ ટ્રીટ કરે છે.


રામાસ્વામીએ એ જણાવ્યું હતું કે તેઓ પોતે 2018થી 2023 સુધીમાં આ વિઝા પ્રોગ્રામનો ઘણી વખત ઉપયોગ કરી ચૂક્યા છે. તેમ છતાં તે પોતાની વાત પર અડગ છે કે H-1B વિઝા પ્રોગ્રામ યોગ્ય નથી. કારણકે આ પ્રોગ્રામમાં જેને વિઝા મળે તેને લોટરી જેવું છે કેારણકે આમાં મેરિટના આધારે વિઝા આપવામાં નથી આવતા. તેના બદલે જો યોગ્યતાના આધારે વિઝા આપવામાં આવે તે દેશ માટે અને કંપની માટે પણ ઘણું સારું રહેશે.


ઉલ્લેખનીય છે કે રામાસ્વામીએ ફેબ્રુઆરી 2021માં એક કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે તેઓ ફેબ્રુઆરી 2023 સુધી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ રહ્યા. ખાસ બાબત એ છે કે H-1B વિઝાની માંગ ઘણી વધારે છે. તેમજ કર્મચારીઓની માંગ પણ સતત વધી રહી છે. 2021માં આ વિઝા પ્રોગ્રામ માટે 85 હજાર સ્લોટ લેવામાં આવ્યા હતા, તેની સામે અમેરિકાને 7 લાખ 80 હજારથી વધુ અરજીઓ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button