અમારા પાઠ્યપુસ્તકોમાં આ સેક્સ્યુઆલિટીના પાઠ કેમ નથી?: બારમાં ધોરણની વિદ્યાર્થિનીએ SCમાં કરી અરજી

નવી દિલ્હીઃ એવા ઘણા વિષયો છે જેના વિશે આજની પેઢી ખુલ્લામને વાત કરે છે. આવા વિષયોમાંનો એક છે સેક્સ. વાત અહીં સ્કૂલોના પાઠ્ય પુસ્તકોમાં ટ્રાન્સજેન્ડર એટલે કે વ્યંઢળોની સેક્સ્યુઆલિટી સહિતનું સેક્સ એજ્યુકેશન આપવાની છે. આ મામલો છેક સુપ્રીમ કોર્ટમાં એક બારમાં ધોરણની વિદ્યાર્થિની લઈને ગઈ છે.
પરંતુ સુપ્રીમ કોર્ટમાં એક બારમા ધોરણની વિદ્યાર્થિનીએ આ સંબંધિત અરજી દાખલ કરી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
અહેવાલો અનુસાર દિલ્હીની વસંત વેલી સ્કૂલની બારમા ધોરણની વિદ્યાર્થની કાવ્યા મુખરજી સાહાએ સુપ્રીમ કોર્ટમાં જનહીતની અરજી કરી છે ટ્રાન્સજેન્ડરની જાણકારી સહિતનું જાતીય શિક્ષણ સ્કૂલોમાં નથી અપાતું તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. કાવ્યાએ NCERT, SCERTના પાઠ્યપુસ્તકોમાં Comprehensive Sexuality Education (CSE) અંગેના પાઠ કેમ નથી તેવો સવાલ કર્યો છે. આ સાથે અરજીમાં દરેક શૌક્ષણિક સંસ્થામાં જેન્ડર સેન્સિટાઈઝેશન અને સીએસઈ માટે માર્ગદર્શિકા લાગુ કરવામા આવે તેવી અપીલ પણ કરવામાં આવી હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
આ અરજી બાદ સુપ્રીમ કોર્ટે NCERT, કેન્દ્ર સરકાર અને છ રાજ્યની સરકાર પાસેથી તેમનો પ્રતિભાવ માગ્યો છે.
પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટના 2014ના જજમેન્ટનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેમાં ટ્રાન્સજેન્ડરના હક્કો મામલે નિર્દેશો આપવા જણાવ્યું છે. કોર્ટના આદેશનો અસરકારક અમલ ન થતો હોવાનું જનહીતની અરજીમાં જણાવવામાં આવ્યું છે.
પિટિશનમાં વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાનમાં રાખી, ટ્રાન્સજેન્ડરની સેક્સ્યુઆલિટી સહિતનું શિક્ષણ ટેક્સબુકમાં અભ્યાસક્રમ તરીકે આપવાના આદેશો કેન્દ્ર અને રાજ્યોને આપવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે. આ સાથે શૌક્ષણિક સંસ્થામાં જેન્ડર સેન્સિટાઈઝેશન અને સીએસઈ માટે વ્યવસ્થા ઊભી કરવાના આદેશો આપવામાં આવે, તેવી માગણી પણ કરવામાં આવી છે.