બનારસની આ ફેમસ મીઠાઈ માત્ર શિયાળામાં જ કેમ મળે છે?
બનારસઃ ઉત્તર પ્રદેશનું આ શહેર ભારતનું સાંસ્કૃતિક શહેર છે. દેશની સંસ્કૃતિની ઓળખ આપતું આ શહેર પર્યટકોમાં હંમેશાં પ્રિય રહ્યું છે. અહીંનો ઈતિહાસ, ધાર્મિક સ્થળો, વિશ્વ હિન્દુ યુનિવર્સિટી, કાશી વિશ્વનાથ મંદિર પર આખું વર્ષ પર્યટકોની ભીડ રહે છે. કાશી, બનારસ અને વારાણસી આવા ્લગ અલગ નામથી ઓળખાતું આ શહેર હિન્દુઓનું મુક્તિધામ પણ કહેવાય છે.
જોકે જ્યાં પર્યટકો હોય ત્યાં ખાણીપીણીની વિવિધ વાનગીઓ રહેવાની જ. દરેક શહેરની વાનગી તે શહેરની ઓળખ હોય છે. કાશીમાં ટમેટાની ચાટ ઘણી ફેમસ છે, પરંતુ આ સાથે એક મીઠાઈ પણ ફેમસ છે અને તે ખાવા તમારે ખાસ આ સિઝનમાં એટલે કે શિયાળામાં અહીં જવું પડશે. આ મીઠાઈનો સ્વાદ તો તમે પોતે જ માણી શકશો, પરંતુ તેનો ઈતિહાસ અમે તમને જણાવીએ છીએ
શું છે મીઠાઈ અને શું છે તેનો ઈતિહાસ
આપણા જીવનની રીતભાત, ખાનપાન સાથે વિજ્ઞાન અને જે તે સ્થળનું ભૂગોળ જોડાયેલું છે. બનારસની આ મીઠાઈ સાથે અહીંની ઋતુ જોડાયેલી છે. આ મીઠાઈનું નામ છે મલાઈયો. આ મીઠાઈ નામ પ્રમાણે દૂધમાંથી જ બનતી વાનગી છે, પરંતુ તે અન્ય વાનગીઓથી ઘણી અલગ છે. દૂધની ઉપર બાજતી મલાઈ અને તેમાંથી નીકળતા ફીણમાંથી આ મીઠાઈ બને છે.
જાણો છું છે ઈતિહાસ
સદીઓ પહેલા અહીં ઠંડીમાં ઘાસ બહુ ઉગતું હતું અને તે લીલુંછમ ઘાસ ખાઈ ગાય દૂધ મબલખ આપતી અને તેમાં ફેટ પણ વધારે રહેતું. લોકો પોતાને જોઈતું દૂધ વાપરતા અને બાકીનું બહાર ખુલ્લામાં રાખી દેતા. ઠંડીમાં સવારે તેના પર ઝાકળ પડતી અને ફીણા સાથે મલાઈ આવી જતી. ધીમે ધીમે આ મલાઈમાં ખાંડ ઉમેરી સવારે ખાવાનો રિવાજ શરૂ થયો, જેને મલાઈયો નામ આપવામાં આવ્યું છે.
Also Read – તુલસીના પાનનાં આ ઉપાયો ચહેરાને આપશે ચાંદ જેવો નિખાર!
હવે કઈ રીતે બને છે મલાઈયો
બનારસમાં તમે જાઓ તો ઠંડીમાં તમને કેસર-બદામ નાખેલી મલાઈયો ખાવા મળશે. હવે દૂધને ગરમ કરી ઉકાળી લેવામાં આવે છે અને તેને રાત્રે ખુલ્લામાં મૂકવામાં આવે છે. સવારે તેના પર પડેલી ઝાકળ અને મલાઈને ફીણી, તેમાં ખાંડ, કેસર ઉમેરવામાં આવે છે ને તેને પીરસવામાં આવે છે.