નેશનલ

કેમ જગતનો તાત ફરી ઉતર્યો છે રસ્તા પર? જાણો શું છે તેમની માગણીઓ

નવી દિલ્હીઃ ભારતે જય જવાન જય કિસાનનો નારો અપનાવ્યો છે. સખત મહેનત કરી લોકોનું પેટ ભરતો ખેડૂત જો દ્વીધામાં હોય, પરેશાનીમાં હોય તો તે માત્ર સરકાર જ નહીં આપણા સૌ માટે ચિંતાનો વિષય હોઈ શકે.

દિલ્હીમાં ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે વિરોધનું બ્યુગલ વગાડ્યું છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ખેડૂતોએ તેમના આંદોલનને ચલો દિલ્હી માર્ચનું નામ આપ્યું છે અને દિલ્હીને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આ આંદોલન અગાઉના આંદોલન કરતા અલગ છે, પણ તેને કિસાન આંદોલન 2.0 પણ કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં આ ખેડૂતોના આંદોલનની પેટર્ન 2020-2021ના ખેડૂતોના આંદોલન જેવી જ છે. ગત વખતની જેમ આ આંદોલનમાં પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાવા જઈ રહ્યા છે.

આ વખતે ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલી અને રાશન પણ લાવવાના છે. એટલે કે ગત વખતની જેમ આ વખતે પણ ખેડૂતો દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરીને આવ્યા છે. ખેડૂતોની માંગણીઓને લઈને સરકાર સાથે ઘણી બેઠકો થઈ છે, પરંતુ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. આંદોલનને કારણે દિલ્હી કિલ્લામાં ફેરવાયું છે અને સઘન સુરક્ષા બંદોબસ્ત કરવાની ફરજ સરકારને પડી છે. ત્યારે ખેડૂતો કઈ વાતોથી પરેશાન છે અને સરકાર પાસે શું માગી રહ્યા છે તે જાણવું જરૂરી છે.

તેમની માગણી દસ મુખ્ય મુદ્દામાં સમજી શકાય તેમ છે. જેમાં…

  1. ખેડૂતોની સૌથી મહત્વની માગણી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
  2. ખેડૂતો સ્વામિનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માગણી કરી રહ્યા છે.
  3. આંદોલનમાં સામેલ ખેડૂતો પણ કૃષિ લોન માફ કરવાની માગણી કરી રહ્યા છે.
  4. લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની અપેક્ષા રાખે છે.
  5. ભારતને WTOમાંથી બહાર લઈ જવું જોઈએ, તેવી પણ તેમની માગણી છે.
  6. કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવાની તેમની માગણી છે.
  7. 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવાની માગણી છે.
  8. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે, સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી, તમામ પાકને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવાની તેમની માગણી છે.
  9. જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે લાગુ થવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવામાં આવે તેવી માગણી છે.
  10. જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવાની માગણી છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress