નેશનલ

ચૂંટણીના મતદાનની ટકાવારી અને આંકડા જાહેર કરવા મુદ્દે રાજકારણ ગરમાયું

કેન્દ્રિય ચૂંટણી પંચની એક બેઠકમાં બુધવારે નક્કી કરાયા મુજબ આગામી તબક્કાઓમાં વોટિંગ ડેટાની ચકાસણી અને તેને જાહેર કરવાની ગતિ વધારવામાં આવે. સૂત્રોના જણાવાયા મુજબ મતદાનનો ડેટા મેળવવા માટેની પ્રક્રિયા નક્કી હોય છે. તેના પાંચ તબક્કાઓ હોય છે. બૂથ, સેકટર, જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રીટર્નિંગ ઓફિસર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે સીઇઑ અને પછી કેન્દ્રિય ચૂંટણી પંચ.

લોકસભામાં બે ચરણોના મતદાનની ટકાવારી અને આંકડાંઑ જાહેર કરવામાં મોડુ થતાં રાજકારણ ગરમાયું છે.આ વચ્ચે,ચૂંટણી પંચે નક્કી કર્યું છે કે, આગામી તબક્કાઓમાં પોતાની ટીમને વધુ સતર્ક બનાવશે. જો કે, હજુ એ નક્કી નથી થયું કે, આગામી તબક્કાઓમાં મતદાનની સમયાવધિ પૂર્ણ થયા બાદ,પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને માધ્યમો દ્વારા દેશને, મતદાનના આંકડાઓની વચ્ચેની પ્રોવિઝનલ માહિતી આપશે કે નહીં ? 2014 સુધી આ વ્યવસ્થા ચાલી આવતી હતી. પરંતુ 2019 અને 2024માં થયેલા બે તબક્કામાં આનો અમલ થયો નથી.

ચૂંટણી પંચે બુધવારે યોજેલી બેઠકમાં એ પણ નક્કી કર્યું કે, આગામી તબક્કામાં વોટિંગના આંકડાની ચકાસણી અને તેને જાહેર કરવાની પ્રક્રિયાની ઝડપ વધારવામાં આવે. મતદાનના આંકડા એક નિશ્ચિત ફોર્મેટમાં મોકલાય છે જેને ફોર્મ 17 C કહેવાય છે. તેના જ નક્કી થયેલા કોલમમાં ભરીને ત્યાં સુધીના સમય સુધીની માહિતી ચોક્કસ સમયગાળામાં મોક્લવામાં આવે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker