ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A ગઠબંધન વારે વારે પોતાની બેઠકો કેમ મુલતવી રાખે છે?

નવી દિલ્હી: આમ તો જોકે જ્યારથી I.N.D.I.A. ગઠબંધન બન્યું છે ત્યારથી તેની એક પણ બેઠક સફળતાપૂર્વક પાર પડી નથી. ત્યારે આવતીકાલે છ ડિસેમ્બરના રોજ થનારી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના મોટા નેતાઓની આવતીકાલની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. અને આગામી બેઠકની તારીખ પાછળથી નક્કી કરવામાં આવશે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના કેટલાક પક્ષોના નેતાઓને સમય ન મળવાને કારણે છ ડિસેમ્બરે એટલે કે બુધવારે યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે વચ્ચેનો રસ્તો કાઢીને મહાગઠબંધનની ‘અનૌપચારિક સંકલન બેઠક’ કરવામાં આવશે. જેમાં પક્ષોના સંસદીય દળના નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે.

સમાજવાદી પાર્ટી (એસપી) ના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ તો ત્યાં સુધી કહી દીધું કે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની બુધવારે દિલ્હીમાં યોજાનારી વિપક્ષની ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (I.N.D.I.A.) બેઠકમાં હાજરી આપવાની કોઈ યોજના નથી. આ જ કીતે મમતા બેનર્જીએ પણ એમ જણાવ્યું હતું કે આ બેઠક અંગે મને કોઇ જાણ નથી જો ધ્યાનમાં હોત તો હું મારો પ્રવાસ રદ્ કરી શકતી હતી પરંતુ હાલમાં હું મારા પ્રવાસે છું એટલે આ બેઠકમાં જવાનો કોઇ પ્રશ્ર્ન થતો નથી.

આ ઉપરાતં તમિલનાડુના મુખ્ય પ્રધાન અને DMK નેતા એમકે સ્ટાલિન વિવાદોના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેમજ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની તબિયત ખરાબ છે અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ બહાનું બતાવ્યું હતું. ત્યારે આવી સ્થિતિમાં બેઠકની તારીખ મુલતવી રાખવામાં આવી છે. નોંધનીય છે કે I.N.D.I.A. ગઠબંધનની અત્યાર સુધી ત્રણ બેઠક પટના, બેંગલુરુ અને મુંબઈમાં થઈ છે.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે છ ડિસેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિરોધ પક્ષોના I.N.D.I.A. ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના પરિણામો બાદ બધા જ નેતાઓ પોતાને સાઇડ કરવા લાગ્યા હતા. જો કે તમામ નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આગામી લોકસભા ચૂંટણીમાં પરિણામો અલગ આવશે. જો કે સપાના એક નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ જેવા મોટા પક્ષ સામે લડવા માટે વિરોધ પક્ષોએ ઘણી તૈયારી કરવી પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button