કાશીમાં મુક્તિ માટે આવેલા ફ્રાન્સના નાગરિકને હવે કેમ ફરી જવું છે ફ્રાન્સ?

મુક્તિની ખોજમાં માણસ સાત સમુદ્ર પાર કરીને આવતો હોય છે. સુરતનું જમણ ને કાશીનું મરણ આ વાત ભારતમાં જ નહીં પણ ફ્રાન્સમાં પણ ફેલાઈ ગઈ હશે કે એક ફ્રાન્સ નાગરિક ભારત આવ્યો, પરંતુ તેની ઈચ્છા પ્રમાણે તેને મુક્તિ ન મળી આથી હવે તે ફરી પોતાને દેશ જવા માગે છે.
વાત છે ફ્રાન્સના મિશેલ મેક્રોન પાનની. મુક્તિની શોધમાં 20 દિવસ પહેલા ફ્રાન્સથી કાશી આવ્યો હતો. પરંતુ, તેમને મુમુક્ષા ભવનમાં સ્થાન ન મળ્યું. તે ઘણા દિવસો સુધી કાશીની સાંકડી ગલીઓમાં ભટકતો રહ્યો ને બીમાર પડ્યો. પોલીસે તેને ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હવે તે નવ દિવસ માટે ઈમરજન્સી વોર્ડમાં દાખલ છે. માઈકલ કહે છે કે હું અહીં મુક્તિ માટે આવ્યો છું. પણ મૃત્યુ પણ થતું નથી. અહીં હું જીવતી લાશ બની ગયો છું. તો હવે મારે મારા દેશમાં જવું પડશે. મારે આ માટે 500 ડોલરની જરૂર છે.

માઇકલે કહ્યું કે હું 60 વર્ષનો છું. એક વર્ષ પહેલા મને પેટનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે પણ છેલ્લા તબક્કામાં હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. મેં ઘણી સારવાર કરાવી. પરંતુ રાહત મળી ન હતી. આ પછી મને વારાણસીના મુમુક્ષા ભવન વિશે નવલકથા વાંચીને ખબર પડી. ત્યારે લોકોએ મને કહ્યું કે કાશીમાં જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
આથી 8મી ઓક્ટોબરે વારાણસી પહોંચ્યો હતો. પણ અહીં વિદેશી હોવાથી મને મુમુક્ષુ ભવનમાં રૂમ ન મળી શક્યો. આ પછી હું મુનશી ઘાટ સ્થિત ગેસ્ટ હાઉસમાં રોકાયો. આ પછી 21 ઓક્ટોબરે હું બીમાર પડી ગયો. હાલમાં તેની એવી હાલત છે કે તે ઘણીવાર શૌચક્રિયાઓ પણ પથારીમાં કરી લે છે. આથી તે દૂતાવાસને વિનંતી કરી રહ્યો છે કે તેને ફરી ફ્રાન્સ મોકલવામાં આવે, તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અહીંના સામાજિક કાર્યકરે હાલમાં માઈકલની સંભાળ લેવાનું શરૂ કર્યુ છે અને શહેરના પોલીસ અધિકારી સાથે વાત કરી તેની મદદ કરવા અનુરોધ કર્યો છે. પોલી અધિકારીએ પણ બનતી મદદ કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે ત્યારે મુક્તિ કે મોક્ષ પણ ઈશ્વર ઈચ્છા આધિન છે.