જનહિત મેં જારીઃ Heatstrokesથી શા માટે થાય છે મૃત્યુ? જાણો અને સતર્ક રહો
દેશના ઘણા વિસ્તારો હાલમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. બુધવારે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશના ઓછામાં ઓછા 24 વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દેશભરમાં હિટ વેવ જારી છે ત્યારે આપણે જાણીએ કે હીટ સ્ટ્રોકથી મૃત્યુ શા માટે થાય છે? અને તેનાથી કેવી રીતે બચી શકાય.
આપણે બધા તડકામાં ફરતા હોઈએ છીએ, તો પછી તમને ક્યારેય વિચાર આવ્યો છે કે હિટ વેવના સંપર્કમાં આવવાથી માત્ર થોડા લોકો જ કેમ અચાનક મૃત્યુ પામે છે? આપણા શરીરનું તાપમાન હંમેશા 37 ° સેલ્સિયસ હોય છે, ફક્ત આ તાપમાને આપણા શરીરના તમામ અવયવો યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આપણું શરીર પરસેવાના રૂપમાં પાણીને બહાર કાઢીને 37 ° સેલ્સિયસ તાપમાન જાળવી રાખે છે.
Read More: Gujarat માં આગામી ત્રણ દિવસ Heatwave યથાવત રહેશે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
તેથી જ જ્યારે સતત પરસેવો થતો હોય ત્યારે પણ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય પાણી શરીરમાં અન્ય ઘણા કાર્યો પણ કરે છે, જેના કારણે જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે શરીર પરસેવાના રૂપમાં પાણીને બહાર કાઢવાનું ટાળે છે. જ્યારે બહારનું તાપમાન 45° ડિગ્રીને પાર કરે છે અને શરીરની automatic ઠંડક પ્રણાલી બંધ થઈ જાય છે અને શરીરનું તાપમાન 37° ડિગ્રીથી ઉપર પહોંચવાનું શરૂ કરે છે. જ્યારે શરીરનું તાપમાન 42 ° સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે લોહી ગરમ થવા લાગે છે અને લોહીમાં હાજર પ્રોટીન પાકવા લાગે છે. સ્નાયુઓ કડક થવા લાગે છે અને આ દરમિયાન શ્વાસ લેવા માટે જરૂરી સ્નાયુઓ પણ કામ કરવાનું બંધ કરી દે છે. શરીરમાં પાણી ઓછું થવાથી લોહી જાડું થવા લાગે છે, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે અને મહત્વપૂર્ણ અંગો (ખાસ કરીને મગજ)ને લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે. વ્યક્તિ કોમામાં સરી જાય છે અને તેના શરીરના દરેક અંગ થોડી જ ક્ષણોમાં કામ કરવાનું બંધ કરી દે છે, અને તે મૃત્યુ પામે છે.
ઉનાળામાં આવી આપત્તિઓથી બચવા માટે, આપણે સતત થોડું પાણી પીતા રહેવું જોઈએ અને આપણા શરીરનું તાપમાન 37 ° પર કેવી રીતે જાળવી શકાય તેના પર ધ્યાન આપવું જોઈએ. ભારતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક જગ્યાએ હિટવેવની સ્થિતિ છે. તમે એક મીણબત્તીને રૂમની બહાર અથવા ખુલ્લામાં રાખો જો મીણબત્તી પીગળી જાય તો સમજી લો કે તે ગરમીની ગંભીર સ્થિતિ છે. આવા સમયે આપણે એનાથી કેવી રીતે બચી શકીએ એ જાણીએ.
હીટ વેવ કોઈ મજાક નથી. એ ઘણી ગંભીર સ્થિતિ છે. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે તમારા ઘર, રૂમ અથવા ઓફિસની અંદર રહેવાનો પ્રયાસ કરો. બહારનું તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ છે જેશરીરમાં ડિહાઇડ્રેશન અને ઇન્સોલેશનનું કારણ બને છે. આવા સમયે મહેરબાની કરીને તમારી જાતને અથવા તમે જાણતા હો તેમને ડિહાઇડ્રેશનનો ભોગ ન થવા દો. કોઈપણ પરિસ્થિતિમાં, ઓછામાં ઓછું 3 લિટર પાણી પીઓ.
Read More: કિંગ ખાનને પણ થયો અમદાવાદની ભીષણ ગરમીનો માઠો અનુભવ, ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ અપાઈ રજા
કિડનીની બિમારીવાળા લોકોએ દરરોજ ઓછામાં ઓછું 2.5 થી 3.5 લિટર પાણી પીવું જોઈએ. બને ત્યાં સુધી બ્લડ પ્રેશર પર નજર રાખો. કોઈપણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થઈ શકે છે. ઠંડા પાણીથી સ્નાન કરો. આ દિવસોમાં માંસનો વપરાશ ટાળો અથવા ઓછો કરો. તમારા આહારમાં ફળો અને શાકભાજીને વધુ સ્થાન આપો. બેડરૂમમાં અને અન્ય રૂમમાં અડધા પાણીથી ભરેલા બે ખુલ્લા કન્ટેનર મૂકીને રૂમનો ભેજ જાળવી શકાય છે. તમારા હોઠ અને આંખોને ભેજવાળી રાખવાનો પ્રયાસ કરો.