નેશનલસ્પોર્ટસ

કેમ બાંગ્લાદેશ સામેની મેચમાં ઉછળ-કૂદ કરતો પીચ પર આવી ગયો વિરાટ કોહલી?

કોલંબોઃ ઈન્ડિયન ટીમ એશિયા કપ-2023ની સુપર ફોર-રાઉન્ડની પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે થઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના પાંચ ધૂરંધરો ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહોતા અને આ ખેલાડીઓને રેસ્ટ આપવામાં આવ્યો છે. રેસ્ટ આપવામાં આવ્યો હોવા છતાં વિરાટ કોહલી મેદાન પર પહોંચીને હંમેશની જેમ જ લાઈમલાઈટ ચોરી લીધી હતી.

અહં… તમે વિચારી રહ્યા હોવ કે કોઈના રિપ્લેસમેન્ટ તરીકે વિરાટને મેદાન પર ઉતારવામાં આવ્યો હોય તો એવું નથી. મેચથી દૂર હોવા છતાં કોહલી આજે અનોખી ભૂમિકામાં જોવા મળ્યો હતો. જી હા, કોહલી પોતાના સાથી ખેલાડીઓ માટે ડ્રિન્કસ લઈને મેદાન પર આવ્યો હતો.

હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કોહલી નાના બાળકની જેમ જ ઉછળ-કૂદ કરતો મેદાન પર ડ્રિન્ક્સ લઈને આવી રહ્યો છે. જોકે, આ પહેલાં વખત નથી કે કોહલી વોટરબોયની ભૂમિકામાં જોવા મળ્યો હોય. આ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં પણ જ્યારે કોહલીને રેસ્ટ આપવામાં આવ્યો હતો ત્યારે પણ તે તેના સાથી ખેલાડીઓ માટે ડ્રિન્ક્સ લઈને આવ્યો હતો.

આ પાછળ બીજી એક સ્ટોરી એવી પણ ચાલી રહી છે કે વિરાટ કોહલીને માત્ર પોતાના સાથી ખેલાડીઓને પાણી પીવડાવવા માટે પણ લાખો રૂપિયા મળ્યા હશે. ભલે કે પ્લેઈંગ-11નો હિસ્સો નહોતો. વાત જાણે એમ છે કે એક વન ડે મેચ રમવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીને 6 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે. પરંતુ પ્લેઈંગ-11નો હિસ્સો ન હોય એવા ખેલાડીઓને પણ મેચની અડધી ફીસ ચૂકવવામાં આવે છે. એટલે એવું કહેવાઈ રહ્યું છે કે કોહલીને પાણી પીવડાવવા માટે પણ ત્રણ લાખ રૂપિયા મળ્યા હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ પહેલાંથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ફાઈનલમાં ઈન્ડિયન ટીમ શ્રીલંકન ટીમની સામે ટકરાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે 17મી સપ્ટેમ્બરના રમાવવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન