સુપ્રીમ કોર્ટે દારૂ પર પ્રતિબંધની અરજી કેમ ફગાવી…
નવી દિલ્હી: એક ડોક્ટરે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી કે આજ કાલના યુવાનો વધારે પડતો દારૂ પીવે છે અને તેના કારણે તેમનું ભવિષ્ય ધૂંધળું થઇ જાય છે. તેનું ખાસ કારણ એ છે કે યુવાનોને શરૂઆતમાં દારૂ પીવાનો જે શોખ હોય છે તે ધીરે ધીરે આદતમાં બદલાઇ જાય છે અને પછી એ નશો કરતા થઇ જાય છે. ડોક્ટરે તેમની દલીલની સાથે સાથે એક રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. જો કે તેના પર બેન્ચે કહ્યું હતું કે યુવાનો આવતીકાલે આવીને દલીલ કરી શકે છે કે આ મર્યાદા કેવી રીતે નક્કી કરવામાં આવી. અને યુવાનો જે પીવે છે તે વધારે છે કે ઓછો એ કોર્ટ કેવી રીતે નક્કી કરી શકે.
જો યુવાનો વધુ પડતો દારૂ પીતા હોય તો તે તેમની પોતાની પસંદગી હોઈ શકે છે. તેને નિયંત્રિત કરવાનું કામ રાજ્યનું નથી. એક ડોક્ટરે પોતાની અરજીમાં દેશભરમાં દારૂ પર પ્રતિબંધની માંગ કરી હતી. ડોક્ટરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને યુવકોને દારૂ પીવાથી રોકવા માટે આદેશ જારી કરવાની અપીલ કરી હતી. ડોક્ટરની દલીલ એવી હતી કે યુવકો વધુ પડતો દારૂ પીતા છે અને પછી તેઓને પોતાનું પણ ભાન રહેતું નથી. આ વાતથી કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બેંચે અરજી પર સુનવણી કરવાની ના પાડતા કહ્યું હતું કે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશથી લોકો સરળતાથી માની જાય એ જરૂરી નથી તેના બદલે એવું પણ થઇ શકે કે લોકો છુપાઇ ને વેચાણ વધારે અને તે જ રીતે છુપાઇને પીવાનું પ્રમાણ પણ વધી જશે. આ રીતે સમસ્યાઓ વધારે વકરી શકે છે. અરજદાર તબીબ વતી એવું કહેવામાં આવ્યું હતું કે યુવાનો વધુ પડતો દારૂ પી રહ્યા છે. એક અભ્યાસ મુજબ દારૂનું સેવન સતત વધી રહ્યું છે.