કેનેડાના વડા પ્રધાનની શા માટે મીડિયાએ કરી ટીકા?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જ્યારથી ભારતની મુલાકાતે આવ્યા ત્યારથી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહ્યા છે. ક્યારેક તેમને G-20મા માન મળ્યું તો ક્યારેક તેમના દેશ કેનેડામાંથી તેમને આતંકવાદીઓએ મેસેજ મોકલીને હેરામ કર્યા. આ રીતે ભારતમાં આવવું તેમના સૌથી ખરાબ અનુભવોમાંથી એક હોઈ શકે છે. કોન્ફરન્સ ખતમ થયા બાદ ટ્રુડો ગયા રવિવારે પરત જવા રવાના થવાના હતા પરંતુ પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેમને ભારતમાં જ રોકાવું પડ્યું હતું. અને મંગળવારે તેઓ ભારતથી કેનેડા જવા રવાના થયા હતા. કેનેડા પહોંચતાની સાથે જ ત્યાંના મીડિયાએ ફરી એકવાર તેમના પર ઝાટકણી કાઢી હતી.
ત્યાંના અગ્રણી અખબારે લખ્યું હતું કે ટ્રુડો વિદેશી બાબતોમાં નિષ્ફળ ગયા છે, હવે તેમાં કોઈ સુધારો થઈ શકે તેમ નથી. ટ્રુડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એવું વર્તન કર્યું કે જાણે તેઓ કોઈ નબળા દેશના નેતા હોય, તેમને પોતાના દેશનું નેતૃત્વ વિદેશમાં બહુ જ ખરાબ રીતે કર્યું છે.
એક રાજકીય વિશ્લેષકે કહ્યું હતું કે ટ્રુડો વિદેશી બાબતોમાં સાવ નિષ્ફળ વ્યક્તિ સાબિત થયા છે. હું આ એટલા માટે નથી કહેતો કારણ કે તેમનું પ્લેન ખરાબ થઈ ગયું હતું અને બીજા પ્લેનની રાહ જોવા માટે તેમને ત્રણ દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું, પરંતુ ટ્રુડોને વિદેશની બાબતોની સહેજ પણ સમજણ નથી. તેમણે પોતાના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન વિદેશી સંબંધોને બરબાદ કરવામાં કોઇ કસર નથી છોડી.
નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડો 2018માં પણ ભારત આવ્યા હતા તે વખતે એક આતંકવાદી સાથે ડિનર કરવા માટે પણ તેમની ખૂબજ ટીકા થઇ હતી. અને આ વખતે પણ જ્યારે તે આવ્યા ત્યારે વડા પ્રધાન મોદી સાથે કેનેડામાં ચાલતા ખાલિસ્તાની હુમલાઓ વિષે ચર્ચા થઇ અને તેમાં પણ એ યોગ્ય જવાબ નહોતા આપી શક્યા. અને આ તમામ બાબતોના કારણે તેમની જ પાર્ટીના સાંસદો પણ તેમની ટીકા કરી રહ્યા છે.