દિલ્હી પોલીસે મોહમ્મદ સિરાજ સામે કેમ ચલાણ નહીં કાપવાની વાત કરી?

એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી અને આ ક્રિકેટપ્રેમીઓન દ્વારા એવી આશા સેવાઈ રહી હતી કે આ મેચ દરમિયાન બંને ટીમ વચ્ચે જિત માટે ભારે રસકાસી જોવા મળશે, કારણ કે બંને ટીમ વચ્ચે રમાયેલી અગાઉની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ફાસ્ટ બોલિંગની સામે શ્રીલંકન ટીમ ટકી શકી નહોતી. સિરાજના તરખરાટ વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
દેશની રાજધાનીનું સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉઠાવનાર દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર કોલંબોમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે આજે ઓવરસ્પીડ માટે કોઈ પણ પ્રકારનું ચલાણ કાપવામાં નહીં આવે.’
દિલ્હી પોલીસની આ ટ્વીટ પર રિપ્લાય કરતાં એક યુઝરે કહ્યું હતું કે, આજે કોલંબોમાં ભારે વરસાદની સંભાવના છે, પરંતુ શ્રીલંકાના લોકોને ખબર નથી કે આ વરસાદ તેમના બેટ્સમેનોની મુશ્કેલી ઊભી કરશે અને આ વરસાદ તેમની ટીમની વિકેટોનો હશે.
No speed challans for #Siraj today.#AsiaCupFinals#AsiaCup2023#INDvsSL
— Delhi Police (@DelhiPolice) September 17, 2023
વનડે ક્રિકેટના એક ઓવરમાં 4 વન ડે ક્રિકેટમાં એક જ ઓવરમાં ચાર વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો આ યાદીમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
મોહમ્મદ સામી (પાકિસ્તાન) Vs ન્યુઝીલેન્ડ, 2003
ચામુંડા વાસ (શ્રીલંકા) Vs બાંગ્લાદેશ, 2003
આદિલ રશીદ (ઇંગ્લેન્ડ) Vs વેસ્ટ ઇન્ડીઝ, 2019
મોહમ્મદ સિરાજ (ભારત) Vs શ્રીલંકા, 2023 (એક જ મેચમાં)
અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજે પોતાની 29મી વન ડે મેચમાં પ્રથમ વખત જ પાંચ વિકેટ લીધી હતી. તેણે આ પહેલાં આ કરતબ ક્યારેય કર્યું નહોતું. પરંતુ આ મેચમાં તેણે જે રીતે બોલિંગ કરી હતી, તે વન ડે ક્રિકેટમાં 10-20 વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. એટલું જ નહીં, આ મેચ પહેલા સિરાજે 47 વન ડે વિકેટ લીધી હતી અને હવે તેણે હવે આજની મેચમાં પાંચ વિકેટ લઈને 50 વન ડે વિકેટની ટેલી પૂરી કરી લીધી છે.