સોશિયલ મીડિયા પર અને પોતાની સુંદરતાને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતી માસ્ટર બ્લાસ્ટરની લાડકવાયી સારા તેંડુલકર ફરી એક વખત ચર્ચામાં આવી છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર ફોટો શેર કર્યા છે અને તેણે ફોટો પોસ્ટ કરતાંની સાથે જ તે વાઈરલ પણ થઈ ગયા છે અને આ ફોટોમાં સારા રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીના ઘરે હોવાનું જોવા મળી રહ્યું છે.
હવે તમને થશે કે સારા અને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાનનું શું કનેક્શન તો ભાઈ તમે તો ભારે ઉતાવળા. થોડી ધીરજ રાખો એ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ અમે. વાત જાણે એમ છે કે સારા હાલમાં જયપુર ફરવા ગઈ છે અને ત્યાંથી તેણે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેની સાથે તેની બહેનપણી જોવા મળી છે. સારાએ સિટી પેલેસની મુલાકાત પણ લીધી હતી અને સિટી પેલેસ એ જયપુર સિટીની વચ્ચોવચ્ચ આવેલું છે.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનનાં નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી પોતાના પરિવાર સાથે આ જ સિટી પેલેસમાં રહે છે. દિયા કુમારીને સંતાનમાં બે દીકરા અનુક્રમે લક્ષરાજ સિંહ અને પદ્મનાભ તેમ જ દીકરી ગૌરવી કુમારી છે. સારાએ પોતાની આ પેલેસની વિઝિટ દરમિયાન ગૌરવીને થેન્ક્યુ પણ કહ્યું હતું.
સારાએ પોતાની આ ફ્રેન્ડ સ્પેશિયલ ફ્રેન્ડ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લખી છે જેમાં તેણે લખ્યું છે કે બેસ્ટ હોસ્ટ બનવા અને પોતાનો મહેલ અમારા માટે ખોલવા માટે ગૌરવીનો ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે સારા અમેરિકન ફેશન કંપનીની એક ઈવેન્ટમાં ભાગ લેવા જયપુર પહોંચી હતી અને લોકોએ સારાના ફોટોને પસંદ તો કરી જ રહ્યા છે પણ એની સાથે સાથે તેને શેર પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અનેક વખત ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે અને બંનેને લઈને જાત-જાતની અફવાઓ પણ ઉડતી રહે છે. જોકે, સારા કે શુભમન બંનેમાંથી કોઈએ પણ હજી પોતાની રિલેશનશિપને લઈને મગનું નામ મરી નથી પાડ્યું.
Taboola Feed