નેતાગણ હાજિર હોઃ મોદી-શાહએ ભાજપના સીએમ-ડીસીએમને શા માટે દિલ્હી બોલાવ્યા?
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક જુલાઈના અંતમાં દિલ્હીમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહેશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોની જન કલ્યાણ યોજનાઓનાઓ વિશેના ફીડબેક અંગે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારો અને ભાજપના રાજ્ય સંગઠનો સાથે કેન્દ્રનું સંકલન પણ એજન્ડાનો ભાગ હશે.
લોકસભા બાદ હવે ભાજપનું ધ્યાન મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પર પણ ખાસ રહેવાનું. લોકસભામાં પક્ષને જોઈએ તેવું પરિણામ મળ્યું નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ભાજપ હાલ સત્તામાં છે. મહારાષ્ટ્રમાં મહાયુતિએ મહાવિકાસ આઘાડી સામે જંગે ચડવાનું છે, જેમણે લોકસભાની ચૂંટણીમાં સારો જન પ્રતિસાદ મેળવ્યો છે.
આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે મતભેદો થયાનું બહાર આવ્યું છે. ત્યારે મોદી અને શાહ ભાજપના નેતાઓને શું પાઠ ભણાવશે તે તો બેઠક બાદ જ ખબર પડશે.
Also Read –