એમપીના સીએમે કાંગ્રેસના આ નેતાઓને કેમ કહ્યા જય અને વીરુ…
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ અને કમલનાથને શોલે ફિલ્મના પાત્રો ‘જય’ અને ‘વીરુ’ તરીકે ઓળખાવ્યા અને કહ્યું હતું કે ખોટી વસ્તુ માટે એકબીજા સાથે લડી રહ્યા હોવાનો કટાક્ષ કર્યો હતો. જો કે દિગ્વિજય સિંહ અને કમલનાથ આજે પાર્ટી નેતાને મળવા માટે દિલ્હીમાં આવેલા છે.
આ નેતાઓની દિલ્હી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા મુખ્ય પ્રધાન ચૌહાણે તેમના એક્સ એકાઉન્ટ પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે જય-વીરુની જોડીને દિલ્હી બોલાવવામાં આવી છે. દિલ્હી નેતાઓએ તેમને શા માટે બોલાવ્યા એ એક પ્રશ્ર્ન છે?
વધુમાં તેમણે કહ્યું કે 2003 પહેલા પણ શ્રી બંટાધર એટલે કે દિગ્વિજય સિંહએ સમગ્ર રાજ્યને લૂંટી લીધું હતું અને તે જ રીતે પોતાના 15 મહિનાના શાસન દરમિયાન કમલનાથજીએ પણ મધ્યપ્રદેશને બરબાદ કર્યું હતું. હવે વિવાદ માત્ર એ વાતનો છે કે હવે પછી કોણ લૂંટશે અને કોને તેમાં કેટલો હિસ્સો મળશે અમે આમાં દિલ્હીના નેતાઓ પણ સામેલ છે.
ભોપાલમાં કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના સમયે શતેલા કથિત ઝઘડા પર તેમણે કહ્યું હતું કે ગબ્બર સિંહ તેમને લડાવી શક્યા નથી પરંતુ પદ પરથી જે માલ લૂંટવા મળે છે તેના માટે આ બધા લડે છે. અને ભાજપ સક્ષમ છે તેને આવી રીતે લૂંટ કરવાની જરૂર નથી.
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં 230 સભ્યોની વિધાનસભા માટે 17 નવેમ્બરે ચૂંટણી યોજાશે.