ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યે કેમ માફી માંગવી પડી?

જયપુર: રાજસ્થાનમાં ક્યારેય પાંચ વર્ષથી વધારે કોઈ સરકાર ચાલી નથી. આ વખતે સરકાર બદલાવાની સાથે જ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હવામહલની બેઠક પરથી 974 મતોથી જીતેલા બાલમુકુંદ આચાર્યના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં તે જયપુરમાં નોન-વેજ રોડસાઇડ વિક્રેતાઓને કથિત રીતે ધમકાવતો જોવા મળ્યા હતા. અને પછી બીજા દિવસે જે માફી પણ માગી હતી અને તેમને સ્પષ્ટતા કરી હતી કે હું સનાતનમાં અને સબકા સાથ સબકા વિકાસમાં માનું છું. અને તેમને પોતાના વર્તન બદલ માફી પણ માગી હતી.જોકે બાલમુકુંદ આચાર્ય પણ પહેલાં યોગી આદિત્યનાથ સાથે રહી ચૂકેલા છે.
વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં ધારાસભ્ય આચાર્ય બાલમુકુંદ એક સરકારી અધિકારીને ફોન પર ચેતવણી આપી રહ્યા છે. કે તે રસ્તા પર કોઈ પણ ને નોન-વેજ ફૂડ ન વેચવા દે. આ ઉપરાંત તે અધિકારીને કહે છે કે સાંજ સુધીમાં તમામ શેરીઓ સાફ થઈ જવી જોઈએ.
તેમજ ખુબજ કડક અવાજમાં તેમને અધિકારીને પૂછ્યું, ‘શું રસ્તા પર ખુલ્લેઆમ નોન વેજ વેચી શકાય?’ હા કહો કે ના, કહો. અને જ્યારે અધિકારી જવાબ આપતા થોથવાયા ત્યારે તેમને આ પછી તેણે અધિકારીને સૂચના આપી અને કહ્યું કે રસ્તાઓ પર જે રીતે નોનવેજ વેચાય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવો. હું સાંજે તમારી પાસેથી રિપોર્ટ લઈશ.
જોકે બીજા દિવસે તેમનો બીજો વીડિયો આવ્યો જેમાં તે માફી માંગતા દેખાય છે. તે જયપુરમાં હોટલના માલિક પાસે પણ પહોંચ્યો હતો જ્યાં તેણે વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેણે તેને ગળે લગાવીને માળા પહેરાવી, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.